6 રાજ્યોમાં પડશે હાડ ધ્રૂજાવી દેતી ઠંડી, IMDએ જારી કરી એડવાઈઝરી, જાણો Weather Updates
IMD issues health warning as cold wave likely from Tuesday: આખા દેશમાં ઠંડી પોતાની ચરમ સીમા પર છે. બર્ફીલી હવાઓથી લોકો ઠુઠવાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા અને દિલ્લીમાં લઘુત્તમ તાપમાનમાં 1-2 ℃નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. વળી, આજે સૌથી ઓછુ તાપમાન સવારે 8.30 વાગે ચૂરુમાં 0.6 ℃ નોંધવામાં આવ્યુ છે. ત્યારબાદ નારનૌલ અને લુધિયાણામાં ક્રમશઃ 1.6 ℃ અને 2.1 ℃ તાપમાન રહ્યુ છે.

દિલ્લી સહિત આખુ ઉત્તર ભારત કોહરાની ચપેટમાં
દિલ્લી સહિત ઉત્તર ભારત કોહરાની ચપેટમાં છે. દિલ્લીની એર ક્વૉલિટી આજે પણ ખરાબ છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ સ્થિતિ આસપાસના વિસ્તારમાં હળવા વરસાદના કારણે વધુ ભેજ થવાના કારણે થઈ છે કારણકે પ્રદૂષક ભારે થઈને સપાટી ઉપર જમા થઈ ગયો. દિલ્લીનો 24 કલાકની સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક(એક્યુઆઈ) 396 હતો કે જે 'ખૂબ ખરાબ' શ્રેણીમાં આવે છે. તમને જણાવી દઈએ કે માત્ર દિલ્લી જ નહિ નૉર્થ ઈન્ડિયાના ઘણા રાજ્યોમાં ધૂમ્મસે પોતાનો આતંક ફેલાયેલો છે. ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ વિસ્તારોમાં આજે સવારે મધ્યમ ધૂમ્મસ જોવા મળ્યુ છે.

ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષના અણસાર
વળી, એક વાર ફરીથી ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાના અણસાર છે. પહાડોની હિમવર્ષાા કારણે મેદાની વિસ્તારમાં ઠંડી વધી ગઈ છે. હિમાચલ અને કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ છે. ઘણા વિસ્તારોમાં માઈનસની નીચે પારો પહોંચી ગયો છે. કાશ્મીરમાં 40 દિવસનો સૌથી ઠંડો દોર પણ ચાલી રહ્યો છે. જેણે અહીંના લોકોને પરેશન કરવાનુ શરૂ કરી દીધુ છે. વળી, આવતા 24 કલાકમાં કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હિમસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

IMDએ જારી કરી એડવાઈઝરી
હવામાન વિભાગે કહ્યુ છે કે 28 ડિસેમ્બરે દિલ્લી, એમપી, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં આજથી લઈને આવતા 24 કલાકમાં હાડ ધ્રૂજાવી દેતી ઠંડી પડી શકે છે. એવામાં આઈએમડીએ ઠંડી માટે એડવાઈઝરી જાહેર કરી છે કે જે નિમ્નલિખિત છે..
- જરૂરિયાત વિના લોકો ઘરની બહાર ના નીકળવુ. જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળો.
- ઘરની અંદર પણ પૂરતા કપડા પહેરો જેથી ઠંડીથી બચી શકાય. બાળકો-વૃદ્ધોનુ વિશેષ ધ્યાન રાખો.
- ગરમ વસ્તુઓ અને ખાવા-પીવાનુ ખાસ ધ્યાન રાખો. વિટામિન સીથી ભરપૂર ફળોનુ સેવન કરો પરંતુ સવારના સમયે. બહારનુ ભોજન ન લેવુ.
- નાક વહેતુ હોય કે ખાંસી આવતી હોય તો ઈગ્નોર ન કરવુ અને ડૉક્ટરોના સંપર્કમાં રહેવુ.
- સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખો. અસ્થમા તેમજ દમવાળાએ વધુ સાવચેત રહેવુ.
- ખુલ્લા પગે ફરવુ નહિ અને આંખ-કાન-ગળાને ઢાંકીને રાખવુ. સંતુલિત તેમજ ગરમ ભોજનનુ સેવન કરવુ.
- ઉકાળો, હળદરવાળુ દૂધ વગેરે ગરમ પીણા પદાર્થનુ સેવન કરવુ.
- રાતના સમયે બહાર નીકળવાનુ ટાળવુ. નીકળવુ જરૂરી હોય તો ગરમ કપડા પહેરો.
- શરીરને ગરમ રાખો. તમને જણાવી દઈએ કે આ પહેલા આઈએમડીએ ઠંડીમાં લોકોને દારુનુ સેવન ન કરવાની સલાહ આપી હતી કારણકે દારુ પીવાથી શરીરનુ તાપમાન ઘટે છે.