કોરોના વેક્સીનમાં મિલાવ્યુ છે ગાયનુ લોહીઃ હિંદુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ
Coronavirus vaccine have Cow blood, its Should not to be used in India: Swami Chakrapani: આખો દેશ કોરોના વેક્સીનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ભરોસો વ્યક્ત કર્યો છે કે જો બધુ નક્કી કાર્યક્રમના હિસાબથી રહ્યુ તો જાન્યુઆરી મહિનાથી કોરોના વેક્સીનની શરૂઆત ભારતમાં થઈ જશે. વળી, આ દરમિયાન વેક્સીન માટે અમુક સંગઠનોએ સવાલ ઉઠાવ્યા છે. પહેલા વેક્સીનમાં ઉપયોગ થયેલ ઉત્પાદન વિશે મુસ્લિમ સંગઠનોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા. જ્યારે હવે અખિલ ભારત હિંદુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ દાવો કર્યો છે કે અમેરિકાની જે વેક્સીન તૈયાર થઈ છે તેમાં 'ગાયના લોહી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્વામી ચક્રપાણિએ કહ્યુ કે દવાના નામ પર કોઈ ધર્મ સાથે રમત ન રમી શકાય. કોરોના ખતમ કરવા માટે વેક્સીન આવવી ખૂબ જરૂરી છે પરંતુ તેનો અર્થ એ નહિ કે કોઈ પણ વસ્તુને નાખીને વેક્સીન બનાવી દેવામાં આવે. અમને સમાચાર મળ્યા છે કે વેક્સીનમાં 'ગાયના લોહી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એકદમ અયોગ્ય છે. ગાય આપણી માતા છે અને આપણા માટે પૂજનીય છે માટે તેના લોહીથી બનેલી વેક્સીનનો ઉપયોગ ભારતમાં કેવી રીતે સંભવ છે? આ વિશે તપાસ થઈ જોઈએ.
છેવટે કોરોના વેક્સીન વિશે માહિતી કેમ ન મળવી જોઈએ?
તેમણે સવાલ ઉઠાવ્યાકે જ્યારે કોઈ પણ દવા કે ઉત્પાદન બને છે તો તેમાં શું શું મિલાવ્યિ છે એ માહિતી આપવામાં આવે છે. તો છેવટે કોરોના વેક્સીન વિશે માહિતી કેમ આપવામાં નથી આવી રહી. આનાથી એ સ્પષ્ટ થાય છે કે ક્યાંકને ક્યાંક કંઈક તો યોગ્ય નથી. સ્વામી ચક્રપાણિએ કહ્યુ કે જે પણ વેક્સીન આવી રહી છે પહેલા તેના વિશે દરેક માહિતી લોકોને આપવી ઘણી જરૂરી છે માટે સરકારને અપીલ છે કે તે વેક્સીનની માહિતી સાર્વજિક કરો, તેમણે આ વિશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ પણ મોકલ્યો છે.
9 મુસ્લિમ સંગઠનોએ પણ વેક્સીન વિશે કહી આ વાત
તમને જણાવી દઈએ કે સ્વામી ચક્રપાણિ પહેલા 9 મુસ્લિમ સંગઠનોએ કહ્યુ હતુ કે ચીનમાં બનતી કોરોના વેક્સીનનો ઉપયોગ મુસ્લિમો નહિ કારણકે તેમને જાણવા મળ્યુ છે કે ચાઈનાની વેક્સીનમાં સુઅરનો ઉપયોગ થયો છે કે જે અમારા ધર્મ માટે યોગ્ય નથી. વળી, અરબ અમીરાતના મોટા મુસ્લિમ સંગઠન ફતવા કાઉન્સિલે કહ્યુ કે કોરોના વાયરસ રસીમાં પૉર્કના જિલેટિનનો ઉપયોગ થયો છે. જો કે તેમણે આનો ઉપયોગ કરવાની વાત કહી છે.
આજથી ભારતમાં વેક્સીનની મૉક ડ્રિલ, આ 4 રાજ્યોથી થશે શરૂઆત