Farmers Protest: ગતિરોધ વચ્ચે ખેડૂત સંગઠનોની આજે મહત્વની બેઠક, આંદોલનને એક મહિનો પૂરો
Farmers Protest: Farmer and Centre govt meeting today: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનને આજે (શનિવાર 26 ડિસેમ્બર) એક મહિનો પૂરો થઈ ગયો છે. આજથી બરાબર એક મહિના પહેલા 26 નવેમ્બરે દિલ્લી સિંધુ બૉર્ડર પર ખેડૂત વિરોધ માટે લાગેલા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આજે ખેડૂત સંગઠનો વચ્ચે મહત્વની બેઠક થવા જઈ રહી છે. ખેડૂતોએ એવા સંકેત આપ્યા છે કે તે આ કૃષિ કાયદના વિરોધમાં વિરોધ પ્રદર્એશનનુ સમાધાન શોધવા માંગે છે. ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચથી છ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે પરંતુ ગતિરોધ ખતમ થઈ શક્યો નથી.
પ્રદર્શનકારી ખેડૂત યુનિયનેએ શુક્રવારે સરકરના લેટેસ્ટ પત્ર પર વાતચીત માટે આમંત્રિત કરવા પર ચર્ચા કરી છે. જેમાંથી અમુકે સંકેત આપ્યા કે ત્રણ વિવાદસ્પદ કૃષિ કાયદા પર ચાલી રહેલ ગતિરોધનુ સમાધાન શોધવા માટે કેન્દ્ર સાથે પોતાની વાતચીત ફરીથી શરૂ કરવા માટે નિર્ણય લઈ શકે છે. યુનિયનોએ કહ્યુ કે તે શનિવારે(26 ડિેસેમ્બર) વધુ એક બેઠક કરશે જ્યાં ઠપ્પ થયેલી વાતચીતને ફરીથી શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના નિમંત્રણ પર એક ઔપચારિક નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના એક અધિકારીએ પણ કહ્યુ કે સરકાર આવતા બે-ત્રણ દિવસોમાં બેઠકના આગલા દોરની અપેક્ષા કરી રહ્યા હતા. ખેડૂત આંદોલન વિશે કોંગ્રેસ અને ભાજપના નેતા એકબીજા પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ છે કે અમુક લોકો પોતાનો જમીની આધાર ગુમાવી ચૂક્યા છે. સમયે સમયે તે ખભા શોધે છે અને આજે ખેડૂત આંદોલનથી ખેડૂતોને ખભે વૈચારિક બંદૂક ચલાવીને પોતાનુ હિત સાધવા માંગે છે.
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે જે લોકો ખેડૂતોના હમદર્દ બનીને તેમના ગુમરાહ કરીને પાપ કરી રહ્યા છે તેમને સજા આવનારા ભવિષ્યમાં જનતા આપશે. વળી, પીએમ નરેન્દ્ર મોદીએ પણ શુક્રવારે(25 ડિસેમ્બર) વિપક્ષ પર નિશાન સાધીને કહ્યુ કે જ્યારે તેમનો સમય હતો ત્યારે તે ચૂપચાપ હતા. જે લોકો આંદોલન ચલાવી રહ્યા છે તે એ સરકારનુ સમર્થન કરતા હતા. આ લોકો સ્વામીનાથન કમિટીના રિપોર્ટ ઉપર વર્ષો સુધી બેઠા હતા. અમે તેમને આવીને કાઢ્યા કારણકે અમારો જીવનમંત્ર ખેડ઼ૂતોની જિંદગીનુ ભલુ કરવાનો છે.