PM મોદી આજે 6 રાજ્યોના ખેડૂતો સાથે કરશે વાત, 9 કરોડ અન્નદાતાઓને મોકલશે 18,000 કરોડ રૂપિયા
PM Modi to address farmers today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે(25 ડિસેમ્બર) બપોરે 12 વાગે ખેડૂતોના ખાતામાં પીએમ ખેડૂત સમ્માન નિધિ યોજનાનો આગામી હપ્તો મોકલશે. જેમાં 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા મોકલશે. આ પીએમ કિસાન યોજનાનો 7મો હપ્તો હશે. આ સાથે જ પીએમ મોદી આજે 6 રાજ્યોના ખેડૂતો સાથે પણ વાત કરશે. જેમાં ખેડૂતો સાથે તે વર્ચ્યુઅલ ચર્ચા કરવાના છે. ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદીનુ 6 રાજ્યોના ખેડૂતો સાથે વાત કરવુ ઘણુ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. દિલ્લીમાં ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનુ આંદોલન લગભગ મહિનાથી ચાલી રહ્યુ છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહી આ વાત
પીએમ મોદીએ પોતાના આજના કાર્યક્રમની માહિતી ટવિટ કરીને પણ આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યુ છે, 'કાલનો દિવસ દેશના અન્નદાતાઓ માટે ખૂબ જ મહત્વનો છે. બપોરે 12 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોને પીએમ ખેડૂતનો આગલો હપ્તો આપવાનુ સૌભાગ્ય મળશે. આ અવસર પર ઘણા રાજ્યોના ખેડૂત ભાઈ-બહેનો સાથે વાતચીત પણ કરીશ #PMKisan.'
પીએમ મોદી કરી શકે છે ત્રણ નવા કૃષિ કાયદા પર વાત
પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી આજે આયોજિત કાર્યક્રમમાં ખે઼ડૂતો સાથે વાતચીત દરમિયાન ત્રણ નવા કૃષિ કાયદા પર પણ વાત કરી શકે છે. આ ઉપરાંત પીએમ મોદી ખેડૂત સમ્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર તરફથી લેવામાં આવેલ પગલાં વિશે ખેડૂતોને સૂચનો આપશે. ખેડૂતો પોતાની સમસ્યાઓ પણ પીએમ મોદી સાથે શેર કરશે.
વર્ષમાં 6 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલે છે મોદી સરકાર
માહિતી મુજબ આ કાર્યક્રમમાં પીએમ મોદી 9 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરશે. તમને જણાવી દઈએ કે પીએમ ખેડૂત યોજના હેઠળ કેન્દ્ર સરકાર દરેક ચાર મહિનામાં ખેડ઼ૂતના ખાતામાં 2 હજાર રૂપિયાનો હપ્તો જમા કરાવે છે. એટલે કે એક વર્ષમાં 6 હજાર રૂપિયા. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ યોજના 1 ડિસેમ્બર, 2018થી લાગુ થઈ હતી.