બ્રેક્ઝિટના ચાર વર્ષ બાદ વેપાર પર બ્રિટન અને યુરોપીય સંઘ વચ્ચે સમજૂતી થઈ
લંડનઃ બ્રેક્ઝિટ બાદ વેપાર પર બ્રિટન અને યુરોપીય સંઘ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. બ્રિટિશ સરકારના પ્રવક્તાએ કહ્યુ્ં કે ડીલ પર મોહર લાગી ગઈ છે. આનાથી બ્રિટન યૂરોપના એકલા બજારનો ભાગ નહિ રહે, જેમાં એક સમાન કર અને વેપાર નિયમ-કાનૂન લાગૂ હશે. દસ મહિના સુધી આકરી સોદેબાજી બાદ બંને પક્ષ આ સમજૂતી પર પહોંચ્યા છે. યુરોપીય આયોગના પ્રવક્તાએ પણ ડીલના સંકેત આપતા કહ્યું કે જલદી જ વાર્તાકાર સમજૂતીનો રિપોર્ટ આપશે. પોસ્ટ બ્રેક્ઝિટ ડીલ બાદ ડ્રાફ્ટના ફોર્મેટને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. સમુદ્રમાં માછલીના શિકારનો મુદ્દો સંભવતઃ એકમાત્ર એવો વિષય છે, જેના પર હજી સુધી સહમતી બનવી બાકી છે.
બ્રિટેને જૂન 2016માં જનમત સંગ્રહ કરી યુરોપીય સંઘથી અલગ થવાનો ફેસલો કર્યો હતો, જેને બ્રેક્ઝિટ નામ આપવામાં આવ્યું હતું. માર્ચ 2017માં તત્કાલીન પ્રધાનમંત્રી થેરેસા મેએ બ્રેગ્ઝિટની અધિસૂચના જાહેર કરી આને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. સમાચાર મુજબ બ્રિટેનના કેબિનેટ મંત્રીઓએ બંને પક્ષો પાસે નવી ડીલ પર ઔપચારિક મોહર લગાવવા માટે હજી એક અઠવાડિયાનો સમય છે. આમાં બ્રિટિશ સરકાર અને યુરોપીય સંઘની સમહતિ જરૂર હશે. બ્રિટન જાન્યુઆરી 2020માં યુરોપીય સંઘથી અલગ થઈ ગયુ્ં હતું, પરંતુ વેપાર સમજૂતી માટે 31 ડિસેમ્બર 2020ની અંતિમ સમયસીમા છે. જો 31 ડિસેમ્બર સુધી ડીલ પર મોહર લાગી જાય છે તો વસ્તુ પર અલગ અલગ ટેક્સ અથવા ટેરિફ લગાવવા પડત.
PM મોદી આજે 6 રાજ્યોના ખેડૂતો સાથે કરશે વાત, 9 કરોડ અન્નદાતાઓને મોકલશે 18,000 કરોડ રૂપિયા