કર્ણાટકની યેદિયુરપ્પા સરકારનો યૂ-ટર્ન, નાઈટ કર્ફ્યૂનો ફેસલો પાછો ખેંચ્યો
બેંગ્લોરઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે કર્ણાટક સરકારે ગુજરાતનું અનુસરણ કરતાં થોડા દિવસો પહેલાં જ નાઈટ કર્ફ્યૂ લગાવવાનો ફેસલો લીધો હતો. જો કે હોબાળો મચી જતાં કર્ણાટક સરકારે યૂ-ટર્ન લેવો પડ્યો છે.
જણાવી દઈએ કે બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કોવિડ-19ના નવા સ્ટ્રેન (New Corona Strain)ના સંક્રમણને કાબૂમાં લેવા 2 જાન્યુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનું એલાન કર્યું હતું. એક દિવસ બાદ ગુરુવારે સરકારે પોતાના આ ફેસલાને પાછો ખેંચી લીધો છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટેનમાં કોરોના વાયરસના મ્યૂટન્ટ પેટર્નને જોઈ નિષ્ણાંતોની ચિંતા વધી છે. ભારતે બ્રિટેનથી આવતી તમામ ફ્લાઈટ્સને 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધિત કરી દીધી છે. એટલું જ નહિ, જે યાત્રીઓ ફ્લાઈટ પ્રતિબંધિત કરી તે પહેલાં ત્યાંથી નિકળી ગયા તેમના એરપોર્ટ પર જ RT- PCR રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટિંગ દરમ્યાન બે ડઝનેક યાત્રીઓમાં કોરોના પોઝિટિવ નિકળ્યા હતા અને આજે 24 ડિસેમ્બરે તેમાંથી 5 કોરોના પોઝિટિવ યાત્રી એરપોર્ટ પરથી ફરાર થઈ જતાં ચિંતા વધી ગઈ છે.
લાપરવાહી!! યુકેથી આવેલા 5 કોરોના સંક્રમિત લાપતા, આંધ્ર પ્રદેશથી પકડાઈ એક મહિલા