પોપ ફ્રાન્સિસે મહિનાની અંદર ફરીથી લાઈક કરી દીધો બિકિની મૉડલનો ફોટો
Pope Francis Like Model Photo: ઈસાઈ સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ગયા મહિને એક બિકિની મૉડલનો ફોટો લાઈક થઈ ગયો ત્યારબાદ જોરદાર હોબાળો પણ થયો હતો. હવે આ રીતનો મામલો ફરીથી સામે આવ્યો છે જ્યાં પોપના અકાઉન્ટથી એક બિકિની મૉડલનો ફોટો લાઈક થયો છે. જો કે એક મહિનાની અંદર ફરીથી આ ભૂલ કેવી રીતે થઈ તેના પર અત્યારે વેટિકને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

મૉડલે પોસ્ટ કર્યો સ્ક્રીનશૉટ
વાસ્તવમાં 23 ડિસેમ્બરે 'માર્ગોટ' નામની એડલ્ટ મૉડલે ટ્વિટર પર એક સ્ક્રીનશૉટ શેર કર્યો. જેમાં પોપ ફ્રાંસિસના અકાઉન્ટથી તેનો ફોટો લાઈક થયો હતો. આ ફોટોમાં મૉડલ બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે. આ સ્ક્રીનશૉટ સાથે મૉડલે લખ્યુ - 'uhhh, આ તો હું છુ.' ત્યારબાદ બીજા ટ્વિટમાં તેણે લખ્યુ કે પોપે મારો ફોટો લાઈક કર્યો છે. આનો અર્થ એ છે કે હું સ્વર્ગમાં જઈશ.

પહેલા કોનો ફોટો કર્યો હતો લાઈક?
ગયા મહિને પણ આ રીતની ઘટના બની હતી જ્યાં પોપના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી બ્રાઝિલની બિકિની મૉડલનો ફોટો લાઈક થયો હતો. આ ફોટામાં મૉડલ નતાલિયા ગરિબોટો એક સ્કૂલ ગર્લના ડ્રેસમાં જોવા મળી રહીહતી. સાથે જ એક લૉકર પાસે ઉભી હતી જેમાં પુસ્તકો રાખેલા હતા. ત્યારે પોપ ઉપરાંત એ ફોટાને 133,000 યુઝર્સે લાઈક કરી હતી. ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયા પર પોપ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

મૉડલની થઈ જોરદાર પબ્લિસિટી
વળી, આ ઘટનાને વેટિકલે પણ ગંભીરતાથી લીધી હતી. સાથે જ ઈન્સ્ટાગ્રામને પૂછ્યુ હતુ કે છેવટે પોપના અકાઉન્ટથી બિકિની મૉડલનો ફોટો કેવી રીતે લાઈક થયો. કેથોલિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ ગઈ વખતે પોપના અકાઉન્ટથી 13 નવેમ્બરે લાઈક થયો હતો. જો કે તેના બીજા દિવસે લાઈકને હટાવી દેવામાં આવ્યુ હતુ પરંતુ નતાલિયાની મેનેજમેન્ટ કંપની આ મોકાને છોડવાની નહોતી. તેમણે લાઈકનો સ્ક્રીનશૉટ લઈને તેને સોશિયલ મીડિયા પર પબ્લિસિટી માટે પોસ્ટ કરી દીધો. તેમનુ કહેવુ હતુ કે તેમને પોપના અધિકૃત અકાઉન્ટથી બ્લેસીંગ મળ્યા છે.