બ્રિટનથી આવેલા 22 યાત્રી કોરોના પોઝિટિવ, એડવાંસ ટેસ્ટ માટે નમૂના મોકલ્યા
નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોમાં બ્રિટેનથી ભારત આવનારા ઓછામા ઓછા 22 યાત્રીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. કોરોનાના નવા સ્ટ્રેન (Coronavirus New Strain)ને લઈ દુનિયાભરમાં સતર્કતા વચ્ચે આ યાત્રી સંક્રમિત મળ્યા છે. કોરોનાનો નવો મ્યૂટેંટ સ્ટ્રેન વધુ સંક્રામક માનવામાં આવી રહ્યો છે અને સૌથી પહેલા બ્રિટેનમાં તેની ઓળખ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યુ્ં કે બ્રિટેનથી અથવા બ્રિટેનથી થઈને આવેલા 11 લોકો દિલ્હીમાં કોરોના પોઝિટિવ જણાયા છે જ્યારે અમૃતસરમાં 8, કોલકાતામાં 2 અને ચેન્નઈમાં 1 વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. સરકારે કહ્યું કે હજી સુધી ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેન સાથે જોડાયેલ એકપણ મામલો પ્રકાશમાં નથી આવ્યો.
બ્રિટિશ ઉડાણો પર બુધવારથી પ્રતિબંધ લાગૂ થતા પહેલાના બે દિવસમાં બ્રિટેનથી આવતા તમામ યાત્રીઓનો RT-PCR Test કરાવવામાં આવ્યો છે. કોરોનાનો ટેસ્ટ ના આવી જાય ત્યાં સુધી આ યાત્રીઓને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા છે. જેમાંથી જે કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત મળે છે, તેમના સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજી પુણે જેવી જગ્યાએ મોકલવામાં આવ્યા છે, જેથી મ્યૂટેંટ કોરોના વાયરસના સ્ટ્રેનનો પતો લગાવી શકાય. તમામ રાજ્યોની સરકારી એજન્સીઓ પાછલા એક મહિનામાં બ્રિટેનથી ભારત આવેલા હરેક હવાઈ યાત્રીઓનો પતો લગાવી રહ્યા છે. આ યાત્રીઓને બે અઠવાડિયા સુધી સઘન દેખરેખ હેઠળ રાખવા કહેવામાં આવ્યું છે. ભારતે બ્રિટેનથી આવતી ફ્લાઈટ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. મુંબઈએ બ્રિટેનના એક ખતરનાક સ્ટ્રેનને જોતાં નાઈટ કર્ફ્યૂ લગાવી દીધું છે.
કોરોના વેક્સિનના વિતરણને મજબુત બનાવવા આઇટી મંત્રાલયે શરૂ કરી CoWin ચેલેંજ, જીતનારને મળશે 3.85 કરોડ
ઉલ્લેખનીય છે કે બ્રિટેનથી આવતા યાત્રીઓએ એરપોર્ટ પર લાંબા ઈંતેજારને લઈ ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે નિયમ ભ્રમ પેદા કરી રહ્યા છે. ભારતમાં બુધવારે કોવિડ 19ના 23590 કેસ નોંધાયા. દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 1.01 કરોડ સુધી પહોંચી ગઈ. દેશમાં સક્રિય દર્દીની સંખ્યા 3 લાખથી પણ ઓછી રહી ગઈ છે.