લાપરવાહી!! યુકેથી આવેલા 5 કોરોના સંક્રમિત લાપતા, આંધ્ર પ્રદેશથી પકડાઈ એક મહિલા
Coronavirus New Strain: બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ ભારત સરકારે સાવચેતીના ભાગરૂપે યુનાઈટેડ કિંગ્ડમથી આવતી તમામ ફ્લાઈટ્સ પર 31 ડિસેમ્બર 2020 સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે સરકાર આ આદેશ જાહેર કરે તે પહેલાં યુકેથી ભારત પહોંચેલી 4 ફ્લાઈટ્સમાં સવાર 11 યાત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ દરમ્યાન એક જહરી લાપરવાહીનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બ્રિટેનથી આવેલ પાંચ યાત્રી છાનામાના એરપોર્ટથી ગાયબ થઈ ગયા, ચિંતાજનક વાત તો એ છે કે પાંચ લોકો કોરોના વાયરસ પોઝિટિવ હતા.

ફરાર મહિલા આંધ્ર પ્રદેશથી પકડાઈ
મળી રહેલા રિપોર્ટ્સ મુજબ બ્રિટેનમાં મળેલ નવા કોરોના વાયરસ સ્ટ્રેનને જોતાં ફરાર આ યાત્રીઓ મહામારીનો શિકાર થાય તેવી સંભાવના છે. આ પાંચ યાત્રીઓમાંથી 3નો પતો લગાવી લેવામાં આવ્યો છે, તેમને હવે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ 21 ડિસેમ્બરે યુકેથી દિલ્હી પહોંચેલી એક એંગ્લો-ઈન્ડિયન મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દરમ્યાન તે આઈસોલેશન વોર્ડથી ભાગવામાં સફળ રહી અને ટ્રેનથી આંધ્ર પ્રદેશના રાજમુંદરી પહોંચી ગઈ.

સ્વાસ્થ્ય વિભાગે SOP જાહેર કરી
સ્વાસ્થ્ય વિભાગના અધિકારી મુજબ હાલ આ મહિલાને ટ્રેસ કરી લેવામાં આવી છે, સંક્રમિત મહિલાને રાજમુંદરીમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવી છે. ચિંતાની વાત એ છે કે ભાગેલા 5 શખ્સોમાંથી 2 વ્યક્તિઓનો હજી સુધી કોઈ પતો લાગ્યો નથી. એક પંજાબ ભાગી ગયો હોવાનો રિપોર્ટ છે.
બ્રિટેનમાં કોરોનાના મળેલા નવા સ્ટ્રેનને ધ્યાનમાં રાખી ભારતીય સ્વાસ્થ્ય વિભાગે SOP જાહેર કરી છે. વિદેશથી આવતા યાત્રીઓનો એરપોર્ટ પર જ RT- PCR રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

50 યાત્રીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે બ્રિટેનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ ભારત સરકારે દેશભરના એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ તેજ કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર પણ લંડન સહિત બીજા દેશના આવતા યાત્રીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર તમામ યાત્રીઓના કોરોના વાયરસ પરીક્ષણનું સંચાલન કરી રહેલ જેનરેસ્ટિક્સ ડાયગ્નોસ્ટિક સેંટરના સંસ્થાપક ગૌરી અગ્રવાલે બુધવારે જણાવ્યું કે બ્રિટેનથી ભારત આવનાર ચાર વિમાનોના 50 યાત્રીઓને ક્વોરેન્ટાઈન કરી લેવામાં આવ્યા છે જ્યારે 11 યાત્રી કોરોના પોઝિટિવ મળ્યા છે.
કોરોનાથી રિકવર થયેલ લોકો 'ગુલિયન બેરી સિંડ્રોમ'ની ચપેટમાં, ગુજરાતમાં 10 દર્દીઓને લકવો