Farmers protest: રાહુલ ગાંધી બોલ્યા - મોહન ભાગવત વિરોધ કરશે તો તેમને પણ આતંકી કહેવામાં આવશે
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા માટે રાષ્ટ્રપતિને મળ્યા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે આ જે કાયદા બનાવવામાં આવ્યા છે તે ખેડૂત વિરોધી છે. અમે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરી અને જણાવ્યુ કે આ નવા કાયદાથી ખેડૂતો, મજૂરોને નુકશાન થવાનુ છે. તેને પાછા લેવા જોઈએ. રાહુલે કહ્યુ કે અમે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મેમોરેન્ડમ સોંપી દીધુ છે. આમાં કરોડો ખેડૂતોના હસ્તાક્ષર સોંપવામાં આવ્યા છે. હજારો ખેડૂતો જે ધરણા પર બેઠા છે તેમની વાત સાંભળવી જોઈએ.
ખેડૂતોની પાછળ પાકિસ્તાન, ચી અને દેશવિરોધી તાકાતો હોવા અંગે આપેલા ભાજપ નેતાઓના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યુ કે આ દેશમાં ખેડૂત જ નહિ જે પણ સરકાર અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરશે, તે આતંકી અને દેશદ્રોહી કહેવાશે. રાહુલે કહ્યુ, આ તો ખેડૂત છે પરંતુ જો મોહન ભાગવત પણ એ કહેશે કે નરેન્દ્ર મોદીએ આ કામ બરાબર નથી કર્યુ માટે હું વિરોધ કરુ છુ તો તેમને પણ આતંકી કહી દેવામાં આવશે.
રાહુલ ગાંધીએ કહ્યુ, 'હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છુ કે ખેડૂત હટશે નહિ, પ્રધાનમંત્રીએ એમ ન વિચારવુ જોઈએ કે ખેડૂતો, મજૂરો ઘરે જતા રહેશે. કોરોના પર પણ મે ચેતવ્યા હતા કે નુકશાન થવાનુ છે, મારી વાત સાંભળવામાં ન આવી બાદમાં નુકશાન બધાએ જોયુ. હવે ફરીથી પ્રધાનમંત્રીને કહી રહ્યો છુ કે બહુ મોટુ નુકશાન થવા જઈ રહ્યો છુ, આ કાયદાઓ પાછા લઈ લો.' રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીને સંસદનુ સંયુક્ત સત્ર બોલાવીને ત્રણે કાયદા પાછા લેવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ એ પણ કહ્યુ કે દેશમાં લોકતંત્ર બચ્યુ નથી. તેમણે કહ્યુ, લોકતંત્ર છે ક્યાં? કયા દેશની વાત કરી રહ્યા છો? ભારતમાં તો માત્ર વાતો અને ખ્યાલોમાં લોકતંત્ર બચ્યુ છે. કોંગ્રેસ સાંસદે એ પણ કહ્યુ કે ચીન સરહદ પર બેઠુ છે અને નરેન્દ્ર મોદી દેશને નબળો પાડવાનો ફાયદો લઈ રહ્યા છેે.
માર્ચ કાઢી રહેલ પ્રિયંકા ગાંધીને પોલિસે લીધા કસ્ટડીમાં