Farmers Protest: ખેડૂતોના સમર્થનમાં રાહુલ ગાંધી આજે રાષ્ટ્રપતિ ભવન સુધી કરશે માર્ચ
Rahul Gandhi March to Rashtrapati Bhavan: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધી આજે ગુરુવારે(24 ડિસેમ્બર) ખેડૂત આંદોલનના સમર્થનમાં રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે અન્ય કોંગ્રેસ નેતા અને સાંસદ પણ શામેલ થશે. ત્યારબાદ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય સાંસદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકત કરશે અને તેમને બે કરોડ હસ્તાક્ષરવાળુ મેમોરેન્ડમ રજૂ કરશે. નવા કૃષિ કાયદા(New Farm Laws) માટે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર શરૂઆતથી જ નિશાન સાધી રહ્યા છે. પરંતુ આજે ખેડૂતોના સમર્થનમાં રાહુલ ગાંધી રસ્તા પર ઉતરશે અને દિલ્લીમાં પગપાળા માર્ચ કરશે.
પીએમ મોદી 25 ડિસેમ્બરે કરશે 6 રાજ્યોના ખેડૂતો સાથ વાત
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન લગભગ એક મહિનાથી ચાલુ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત પ્રદર્શનકારીઓ વચ્ચે ગતિરોધ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે કહ્યુ છે કે તે શુક્રવારે(25 ડિસેમ્બર) 6 રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરશે. પીએમ મોદી આ દરમિયાન ખેડૂતની વાતો અને તેમની મુશ્કેલીઓને સાંભળશે અને સરકાર પાસે તેમનો પક્ષ રાખશે.
ખેડૂતોએ કહ્યુ - અમારુ આંદોલન વધુ ઉગ્ર બનશે
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનુ આંદોલન 29માં દિવસમાં પહોંચી ગયુ છે. બુધવારે દિલ્લીની સિંધુ બૉર્ડર પર એક પ્રેસ કૉન્ફરન્સમાં ખેડૂત નેતાઓએ કહ્યુ છે કે તેમનુ વિરોધ પ્રદર્શન હજુ વધુ ઉગ્ર બનશે. ખેડૂતોએ કહ્યુ છે કે અમે વાતચીત માટે તૈયાર છે પરંતુ સરકાર અલગ ખુલ્લા મનથી વાત કરે તો, 'તથાકથિત ખેડૂતો' સાથે વાત કરીને સરકાર અમારી વચ્ચે ભાગલા પડાવવાની કોશિશ ના કરે. ખેડૂતોએ એ પણ કહ્યુ છે કે સરકાર કૃષિ કાયદામાં સુધારાની વાત વારંવાર ના કરે...કારણકે આ વાત અમે પહેલા જ ફગાવી ચૂક્યા છે.