વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમાંરભમાં PM મોદીઃ ગુરુદેવનુ વિઝન આત્મનિર્ભર ભારતનો સાર
PM Narendra Modi attends centenary celebrations of Visva-Bharati University in Shantiniketan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળની વિશ્વ ભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારંભ કાર્યક્રમને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે વિશ્વ ભારતીની સૌ વર્ષની યાત્રા ખૂબ જ વિશેષ છે. વિશ્વભારતી, મા ભારતી માટે ગુરુદેવના ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે. ભારત માટે ગુરુદેવે જે સપનુ જોયુ હતુ તે સપનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે દેશને નિરંતર ઉર્જા આપનાર આ પ્રકારનુ આરાધ્ય સ્થળ છે. સાચુ કહુ તો વિશ્વ ભારતી યુનિવર્સિટી ટાગોરના સપનાને પરા કરવાની ઉર્જા આપે છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે વિશ્વ ભારતી યુનિવર્સિટીનો આ કાર્યક્રમ આ વખતે વર્ચ્યુઅલ રીતે થયો જેમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી યુનિવર્સિટીનો સ્ટાફ, શિક્ષકો શામેલ થયા.
પીએમે કહ્યુ કે આપણો દેશ વિશ્વ ભારતીના સંદેશને આખા વિશ્વ સુધી પહોંચાડી રહ્યો છે. ભારત આજે એકમાત્ર એવો દેશ છે જે પેરિસ અકૉર્ડના પર્યાવરણના લક્ષ્યોને મેળવવાના યોગ્ય માર્ગે છે. જ્યારે આપણે સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરીએ ત્યારે આપણા મનમાં સીધા 19-20મી સદીના વિચારો આવે છે. પરંતુ એ પણ એક તથ્ય છે કે આ આંદોલનનો પાયો બહુ પહેલા મૂકવામાં આવ્યો હતો. ભારતની આઝાદીના આંદોલનને સદીઓ પહેલાથી ચાલી આવી રહેલા અનેક આંદોલનોથી ઉર્જા મળી હતી જેમાં ભક્તિ આંદોલન મુખ્ય હતુ.
'ગુરુદેવનુ વિઝન આત્મનિર્ભર ભારતનો સાર છે'
ભક્તિ આંદોલન એ તાંતણો હતો જેને સદીઓથી સંઘર્ષરત ભારતને આત્મવિશ્વાસથી ભરી દીધો હતો. શિક્ષણ સંસ્થાઓએ ભારતની આઝાદી માટે ચાલી રહેલ વૈચારિક આંદોલનને નવા ઉર્જા આપી, નવી દિશા આપી, નવી ઉંચાઈ આપી. વેદથી વિવેકાનંદ સુધી ભારતના ચિંતનની ધારા ગુરુદેવના રાષ્ટ્રવાદના ચિંતનમાં પણ આગળ હતી. વિશ્વ ભારતી માટે ગુરુદેવનુ વિઝન આત્મનિર્ભર ભારતનો સાર છે. આત્મનિર્ભર ભારત અભિયાન પણ વિશ્વ કલ્યાણ માટે ભારતના કલ્યાણનો માર્ગ છે. આ અભિયાન ભારતને સશક્ત કરવાનુ અભિયાન છે. ભારતની સમૃદ્ધિથી વિશ્વમાં સમૃદ્ધિ લાવવાનુ અભિયાન છે.
અમુક ખાસ વાતોઃ
- વિશ્વભારતી વિશ્વવિદ્યાલયની સ્થાપના 1921માં રવિન્દ્રનાથ ટાગોરે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન નગરમાં કરી. આ ભારતના મુખ્ય કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાંનુ એક છે.
- રવિન્દ્રનાથ ટાગોરના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરે 1863માં પોતાનુ સાધના માટે કોલકત્તા પાસે બોલપુર નામના ગામમાં એક આશ્રમની સ્થાપના કરી જેનુ નામ 'શાંતિ નિકેતન' રાખ્યુ હતુ.
- આ જગ્યાએ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે બાળકોના શિક્ષણ માટે એક પ્રયોગાત્મક વિદ્યાલય સ્થાપિત કર્યુ હતુ જે પ્રારંભમાં બ્રહ્મ વિદ્યાલય અને બાદમાં 'શાંતિ નિકેતન'ના નામથી જાણીતુ બન્યુ.
- આજે શાંતિ નિકેતનનુ નામ વિશ્વભારતી છે જ્યાં લગભગ 6000 છાત્રો ભણે છે. આ જગ્યા કોલકત્તાંથી 180 કિમી ઉત્તર તરફ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત છે.
- મે,1951માં સંસદો એક અધિનિયમ હેઠળ વિશ્વભારતીને એક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ઘોષિત કરવામાં આવી હતી.
- છાત્રોને પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ મેળવવુ જોઈએ, પોતાના આ વિચારોને ધ્યાનમાં રાખીને રવિન્દ્રનાથ ટાગોરે 'શાંતિ નિકેતન'ની સ્થાપના કરી હતી.
રવિન્દ્રનાથ ટાગોરના જીવન પર રહી આ 4 મહિલાઓની ઘણી અસર, જાણો તેમના વિશે