• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DDC Election Results: 'એ જાણતા હતા કે એકલા લડીશુ તો હારી જઈશુ' - ડૉ.જિતેન્દ્ર સિંહ

|

Dr Jitendra Singh, MoS PMO and BJP leader on DDC elections: જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ(ડીડીસી)ની ચૂંટણીના પરિણામો મંગળવારે આવી ગયા છે જેમાં સાત પાર્ટીઓનુ ગુપકાર ગઠબંધન સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યુ છે. અત્યાર સુધી મળેલા આંકડાઓ મુજબ આ ગઠબંધનને 101 સીટો મળી છે પરંતુ ભાજપ 75 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે તેણે 70 સીટો પર કબ્જો કર્યો છે.

આ વિશે વાત કરીને કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે મોટુ નિવેદન આપ્યુ છે અને કહ્યુ કે ચૂંટણી કમિશનના પત્ર મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી છે, ગુપકાર ગઠબંધનમાં બધા અલગ અલગ લડ્યુ અને બહાર આવીને કહી દીધુ કે અમે બધા સાથે છે. ઘાટીમાં અમુક સમય પહેલા તો ભાજપ વિશે કોઈ વિચારતુ પણ નહોતુ પરંતુ આજના રિઝલ્ટ બતાવી રહ્યા છે કે હવે બધુ બદલાઈ ચૂક્યુ છે. પીએમ મોદીએ જે નિર્ણય લીધો તે સાચો સાબિત થયો. આ બધા વોટ પ્રધાનમંત્રી મોદીના જ સમર્થનમાં આપવામાં આવ્યા છે.

એ જાણતા હતા, એકલા લડતા તો હારી જાત

પહેલી વાર 70 વર્ષ બાદ ગ્રાસ રૂટ ડેમોક્રેસી છે, લોકોએ ઉત્સાહ બતાવ્યો છે, જે સાબિત કરે છે કે લોકોમાં પ્રજાતંત્ર પ્રત્યે એક આસ જાગી છે. તેમને લાગ્યુ છે કે આ બે-ત્રણ ખાનદાનો સુધી સીમિત નથી, અમારી વચ્ચે જ વચમાં અમારા ચૂંટાયેલા લોકો રહે છે, બધુ સમાન છે. જિતેન્દ્ર સિંહે કહ્યુ, 'આ બધી પાર્ટીઓ એક સાથે આ કારણે આવી કારણકે તેમને ખબર હતી કે એકલા લડવુ સરળ નથી.'

110 સીટ ગુપકાર ગઠબંધનને મળી

ઉલ્લેખનીય છે કે ગુપકાર ગઠબંધનમાં નેશનલ કૉન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, પીપલ્સ કૉન્ફરન્સ, CPI-CPIM, અવામી નેશનલ કૉન્ફરન્સ અને જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ પક્ષ શામેલ છે. આંકડાઓ મુજબ 110 સીટ ગુપકાર ગઠબંધનને, ભાજપને 75, જમ્મુ કાશ્મીર આપની પાર્ટીને 11 અને કોંગ્રેસને 25 સીટો મળી છે જ્યારે 66 સટો અપક્ષને મળી છે.

280 સીટો પર થઈ ડીડીસી ચૂંટણી

તમને જણાવી દઈએ કે કલમ 370 રદ થવા અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ કાશ્મીરમાં પહેલી વાર ડીડીસી ચૂંટણી થઈ રહી છે. 270 સીટો પર લડવામાં આવેલ ડીડીસી ચૂંટણીના પહેલા તબક્કાનુ મતદાન 28 નવેમ્બરે થયુ હતુ. 140 સીટો જમ્મુ સંભાગમાં છે અન 140 સીટ કાશ્મીર સંભાગમાં છે.

English summary
DDC Election Results: This is the vindication of PM Modi's decision to introduce grass route democracy in J&K.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X