કોરોના વાઇરસમાં થયેલો નવો ફેરફાર કેટલો ચિંતાજનક છે?
ઇંગ્લેન્ડ, સ્કૉટલેન્ડ અને વેલ્સમાં કડક લૉકડાઉન નિયમો અને ક્રિસમસ સમયે કેટલાક કઠિન પ્રતિબંધો લાગુ કરાયા છે. જેના માટે કોરોના વાઇરસનો એક નવા પ્રકાર જવાબદાર છે.
અચાનક જેનું અસ્તિત્વ જ નહોતું તે ઇંગ્લેન્ડમાં સામાન્ય રીકે મહિનાઓથી ફેલાઈ કઈ રીતો રહ્યો છે?
સરકારે માન્યું છે કે તે પહેલાના પ્રકાર કરતા થોડો વધારે અને ઝડપથી ફેલાય છે. પણ તેમ છતાં હજુ ઘણા સવાલો છે જેના જવાબ મળવા જરૂરી છે.
મારી કોરોના વાઇરસના નવા વેરિએન્ટ (પ્રકાર)ને સમજવાની એક સરળ રીત છે.
સવાલ કરવો : શું વાઇરસની પ્રકૃતિમાં બદલાવ આવ્યો છે?"
વાઇરસનું બદલાવું સાંભળવામાં બિહામણું લાગે છે, પરંતુ વાઇરસનું બદલાવું એક સ્વાભાવિક પ્રક્રિયા છે.
મોટા ભાગના ફેરફારથી કોઈ ફરક પડતો નથી અથવા તો પછી વાઇરસ પોતાને એ રીતે બદલી નાખે છે કે તે આપણને વધુ ઝડપથી સંક્રમિત કરે છે અને નવો પ્રકાર સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય છે.
એ વાતના કોઈ સ્પષ્ટ પુરાવા નથી કે દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડમાં મળેલા વાઇરસનો નવો પ્રકાર વધુ સરળતાથી સંક્રમિત કરે છે, તેનાં વધુ ગંભીર લક્ષણો હોય છે કે રસી તેના પર અસરકારક સાબિત નહીં થાય.
વૈજ્ઞાનિકો રાખી રહ્યા છે નજર
વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમરજન્સી બાબતોના ચીફ માઇક રાયને કહ્યું કે મહામારીના ફેલાવા સમયે નવો પ્રકાર મળવો સામાન્ય વાત છે અને તે 'બેકાબૂ' નથી.
જોકે તેના ઉલટ રવિવારે બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મૅટ હૅનકૉકે વાઇરસના આ નવા પ્રકાર માટે 'બેકાબૂ' શબ્દ વાપર્યો હતો.
જોકે બે કારણથી વૈજ્ઞાનિકો તેના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.
પહેલું કે જે વિસ્તારોમાં આ નવો પ્રકાર જોવા મળ્યો છે, ત્યાં વધુ કેસ મળે છે.
આ ચેતવણીનો એક સંકેત છે, પણ તેને બે રીતે સમજી શકાય છે.
વાઇરસ પોતાને એટલા માટે બદલે છે કે તે વધુ સરળતાથી ફેલાઈ શકે અને વધુ લોકોને સંક્રમિત કરી શકે.
એ પણ હોઈ શકે કે વાઇરસના પ્રકારને યોગ્ય લોકોને યોગ્ય સમયે ચેપગ્રસ્ત કરવાનો એક મોકો મળી ગયો હોય.
ગરમીમાં "સ્પેનિશ પ્રકાર"ના વાઇરસ ફેલાવાનું એક કારણ જણાવવામાં આવે છે કે હૉલીડે પર લોકો તેની ઝપેટમાં આવ્યા અને પછી આ વાઇરસને ઘરે લઈ આવ્યા.
આ પ્રકાર અન્ય વાઇરસના પ્રકાર કરતાં વધુ ચેપી છે કે નહીં તે લૅબમાં પ્રયોગ કર્યા બાદ જ ખબર પડશે.
વાઇરસ પોતાને બદલતા ચિંતા વધી?
એ વાતે વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે કે વાઇરસ કેવી રીતે પોતાને બદલી રહ્યો છે.
કોવિડ-19 જીનોમિક્સ યુકે (COG-UK) કન્સોર્ટિયમના પ્રોફેસર નિક લોમન કહે છે, "ચિંતાની વાત એ છે કે આ વાઇરસમાં ઘણા ફેરફાર થયા છે. જેટલી અમને અપેક્ષા નહોતી અને કેટલાક રસપ્રદ પણ છે."
બે ખાસ પ્રકારના ફેરફાર છે. બંને મહત્ત્વપૂર્ણ સ્પાઇક પ્રોટિનમાં જોવા મળે છે. વાઇરસ સ્પાઇક પ્રોટિનનો ઉપયોગ આપણા શરીરની કોશિકાઓને હાઈજેક કરવા માટે કરે છે.
મ્યુટેશન N501 સ્પાઇકનો સૌથી મહત્ત્વનો હિસ્સો બદલી નાખે છે, જેને "રિસેપ્ટર-બાઇંડિગ ડોમેન" કહેવામાં આવે છે.
આ એ જગ્યા છે જ્યાં સ્પાઇક આપણા શરીરની કોશિકાઓની સપાટી સાથે પહેલા સંપર્ક બનાવે છે.
https://twitter.com/bbcnewsgujarati/status/1340252245653397504
જો કોઈ ફેરફાર વાઇરસને અંદર પ્રવેશવું સરળ કરી નાખે તો એ ફેરફાર મહત્ત્વનો છે.
પ્રોફેસર લોમેન કહે છે, "આ એક મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળે છે."
બીજું મ્યુટેશન છે - H69 / V70 ડિલિશન, આ અગાઉ પણ ઘણી વાર જોવા મળ્યું છે. આ સંક્રમણ ઑટર (એક પ્રકારનું પ્રાણી)માં જોવા મળી ચૂક્યું છે.
ચિંતાની વાત એ હતી કે સાજી થયેલી વ્યક્તિના લોહીમાં જોવા મળતા ઍન્ટિબૉડી વાઇરસના આ રીતના પ્રકાર પર ઓછી અસરકારક રહેતી હતી.
આથી તેને સમજવા માટે વધુ અધ્યયનોની જરૂર પડશે.
નવો વાઇરસ કેટલી ઝડપથી ફેલાય છે?
તે પહેલા સપ્ટેમ્બરમાં જોવા મળ્યો હતો. નવેમ્બરમાં ચોથાભાગના કેસોમાં આ નવા પ્રકારનું સંક્રમણ હતું. ત્યાર બાદ ડિસેમ્બરના મધ્ય સુધી તેનું પ્રમાણ 70 ટકાની નજીક આવી ગયું.
તમે જોઈ શકો છો કે મિલ્ટોન કેનીસ લાઇટહાઉસ લેબોરેટરી સહિતના ટેસ્ટ સેન્ટરો પરથી આવેલા પરિણામોમાં તેનું નોંધપાત્ર પ્રમાણ છે.
https://twitter.com/The_Soup_Dragon/status/1340349639946629120
ગણિતશાસ્ત્રીઓ આ નવો પ્રકાર કેટલો વ્યાપક ફેલાવો કરી શકે છે તેનું આકલન કરવામાં જોતરાઈ ગયા છે.
વડા પ્રધાન બોરિસ જોન્સનનું કહેવું છે કે તે પોતાનો ફેલાવો કરવા માટે તેના પુરોગામી પ્રકાર કરતા 70 ટકા વધુ સક્ષમ હોવાથી Rની વેલ્યૂમાં 0.4 ટકાનો વધારો કરી શકે છે.
શું આવું પહેલા પણ થયું છે?
હા આવું થઈ ચૂક્યું છે. પહેલા વાઇરસ ચીનના વુહાનમાં મળી આવ્યો હતો અને વિશ્વમાં હવે જે પ્રકાર છે તે અલગ અલગ છે.
DG14G મ્યુટેશન ફેબ્રુઆરીમાં યુરોપમાંથી ઉદભવ્યું હતું અને પછી આખા ય વિશ્વમાં તે જોવા મળ્યું.
વળી એક અન્ય પ્રકાર જેને A222V કહે છે, તે યુરોપમાં ફેલાયો અને તેને સ્પેનમાં ઉનાળાની રજા માણી રહેલા લોકો સાથે સંબંધ હોવાનું કહેવામાં આવ્યું.
તે ક્યાંથી આવ્યો છે?
આ નવો પ્રકાર અસામાન્ય રીતે ખૂબ જ તીવ્ર પ્રમાણમાં બદલાય છે.
એવું લાગે છે કે જે દરદીની રોગપ્રતિકારક શક્તિ એકદમ નબળી હશે તેનામાંથી આ ઉદભવ્યો છે. તેનું શરીર આ નવા વાઇરસને પેદા કરવા માટેનું માધ્યમ બની ગયું હશે.
શું તે ખૂબ જ ઘાતકી છે?
આવા કોઈ પુરાવા નથી. તેમ છતાં તપાસ અને અભ્યાસ ચાલુ રાખવા પડશે. જોકે માત્ર ફેલાવાથી જ હૉસ્પિટલો પર દબાણ આવી જશે.
તેની સામે રસી કામ કરશે?
લગભગ હા. અથવા હાલ તો કામ કરશે જ.
લગભગ તમામ ત્રણ અગ્રણી રસી પ્રોટિન સ્પાઇક સામે પ્રતિકાર શક્તિ સર્જવામાં સફળ રહી છે.
પરંતુ પ્રો. ગુપપ્તા અનુસાર જો મ્યુટેશન ચાલુ જ રહ્યું તો એ એક ચિંતાનો વિષય બની શકે છે.
વાઇરસ પોતાને બદલે છે તો રસી પણ બદલતા રહેવું પડશે
બર્મિંઘમ યુનિવર્સિટીના પ્રોફેસર ઍલન મૈકનલીએ કહ્યું, "અમે જાણીએ છીએ કે આ એક નવો પ્રકાર છે. અમે જૈવિક રીતે તેના અંગે કશું જાણતા નથી."
"તેની અસર અંગે હાલમાં કોઈ અનુમાન લગાવવું વહેલું ગણાશે."
સ્પાઇક પ્રોટિનમાં મ્યુટેશન, વૅક્સિનને લઈને સવાલ ઊભા કરે છે, કેમ કે ત્રણ મુખ્ય રસી - ફાઇઝર, મૉડર્ના અને ઑક્સફોર્ડ- બધી પ્રતિરક્ષા પ્રણાલીને સ્પાઇક પર હુમલા કરવા માટે પ્રશિક્ષિત કરે છે.
જોકે શરીર સ્પાઇકના ઘણા ભાગમાં હુમલો કરવાનું જાણે છે. એટલા માટે જ સ્વાસ્થ્ય અધિકારીને વિશ્વાસ છે કે રસી આ પ્રકાર પર કામ કરશે.
https://www.youtube.com/watch?v=6zfjoPI_SWk
આ વાઇરસ પહેલાં પ્રાણીઓમાં જોવા મળ્યો હતો, બાદમાં એક વર્ષ પહેલાં આ માણસોમાં આવી ગયો.
ત્યારથી તેમાં દર મહિને અંદાજે બે ફેરફાર થઈ રહ્યા છે. જો આજે એક સૅમ્પલ લેવામાં આવે અને તેની તુલના ચીનના વુહાનમાં સૌથી પહેલા મળેલા સૅમ્પલ સાથે કરાય તો ખબર પડશે કે ત્યારથી અત્યાર સુધીમાં 25 મ્યુટેશન થઈ ચૂક્યા છે.
માણસોને પોતાની ઝપેટમાં લેવા માટે કોરોના વાઇરસ હજુ પણ સતત પોતાને બદલી રહ્યો છે.
જોકે બહુ ઝડપથી મોટા પાયે થનારું રસીકરણ વાઇરસ પર એક રીતનું દબાણ પેદા કરશે, કેમ કે પછી ઇમ્યુન થઈ ગયેલા લોકોને સંક્રમિત કરવા માટે તેને પોતાને બદલવો પડશે.
જો વાઇરસ કોઈ રીત કાઢી લે તો આપણે સતત રસીમાં પણ ફેરફાર કરતા રહેવા પડશે, જેવું આપણે ફ્લૂ માટે કરીએ છીએ.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=QTDdbcc5-mc
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો