જો બિડેનની ટીમમાં વધુ એક ભારતીય, Bharat Rammurti ને મહત્વની જવાબદારી મળી
વૉશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનના પ્રશાસનમાં વધુ એક બારતવંશશીને મહત્વપૂર્ણ જવાબદારી મળી છે. બિડેને ભારતીય-અમેરિકી ભારત રામમૂર્તિને રાષ્ટ્રીય આર્થિક પરિષદ એટલે કે National Economic Councilના નાયબ નિયામક બનાવ્યા છે. NEC વ્હાઈટ હાઉસની મહત્વપૂર્ણ સંસ્થા છે જે પ્રેસિડેન્ટને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય આર્થિક નીતિ બનાવવાને લઈ સલાહ આપે છે.
જોએલ ગૈમ્બલ, જેઓ બિડેન, હેરિસની આર્થિક નીતિઓની ટ્રાંજિશન ટીમમાં છે, અને ન્યૂયોર્ક યૂનિવર્સિટી સ્કૂલ ઑફ લૉમાં પ્રોફેસર ડેવિડ કેમિન આર્થિક પરિષદના અન્ય બે સભ્ય હશે.
નિયુક્ત કરાયેલા વ્યક્તિઓ વિશે જાણકારી આપતાં બિડેને જણાવ્યું કે, 'આજની નિયુક્તિઓમાં એક મજબૂત અને વધુ સમાવેશી મધ્યમ વર્ગના નિર્માણને લઈ વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. જે દેશના અભૂતપૂર્વ આર્થિક પડકારોને નિયંત્રિત કરવામાં પ્રશાસનને માર્ગદર્શન પૂરું પાડવામાં મદદ કરશે.'
કકોરોના પેકેજની ટીમનો ભાગ રહી ચૂક્યા છે
રામમૂર્તિ વર્તમાનમાં રૂજવેલ્ટ ઈન્સ્ટીટ્યૂટમાં કોર્પોરેટ પાવર પ્રોગ્રામના મેનેજમેન્ટ નિયામક છે. રામમૂર્તિ 7 વર્ષ સુધી સીનેટર એલિજાબેથ વોરેનના આર્થિક સલાહકાર રહ્યા.
રામમૂર્તિને એપ્રિલમાં કોરોના મહામારી દરમ્યાન 2 ટ્રિલિયન પ્રોત્સાહન પેકેજ વાળા કોરોનાવાયરસ એડ, રિલીફ એન્ડ ઈકોનોમિક સિક્યોરિટી (CARES) અધિનિયમ તૈયાર કરવામાં દેખરેખ કરતી એક કોંગ્રેસ સમિતીમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે કરી આ માંગ, પૂરી ના થઈ તો 900 બિલિયન ડૉલરનું કોવિડ રાહત બિલ કેંસલ કરી દેશે
તમિલનાડુ સાથે ખાસ સંબંધ
ભારતના તમિલનાડુ સાથે સંબંધ રાખનાર રામમૂર્તિએ અમેરિકા પ્રતિષ્ઠિત હાવર્ડ યૂનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. તેમના ભાઈઓએ પણ હાવર્ડથી જ અભ્યાસ કર્યો છે અને તેમના પિતા રવિ રામમૂર્તિ પણ હાવર્ડથી ડૉક્ટરેટ છે.
પોતાના સિલેક્શન પર ટ્વીટ કરતાં રામમૂર્તિએ લખ્યું, "બિડેન- હેરિસ પ્રશાસનની રાષ્ટ્રીય આર્થિક પરિષદનો ભાગ હોવા પર હું સન્માનિત છું. આ સંકટથી નિકળવા માટે આપણે ઘણું બદું કરવાનું છે. સાથે જ મજબૂત અને પારદર્શી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવાનું છે. આ મહાન ટીમ સાથે કામ કરી હું બહુ ઉત્સાહિત છું.
વાઈસ પ્રેસિડેન્ટ પદ પર ભારતવંશી કમલા હેરિસના સિલેક્શન સાથે બિડેને પ્રશાસનમાં કેટલાય મહત્વપૂર્ણ પદો પર ભારતવંશિઓને જગ્યા આપી છે. બિડેને પોતાના પ્રશાસનમાં વદુ વિવિધતા લાવવાની વાત કરતા રહ્યા છે અને એજ કારણ છે કે તેમણે વિવિધ સમુદાયોને આગળ વધારી પ્રશાસનમાં ભાગ આપ્યો છે.