Farmers Protest: ખેડૂતો માટે જીવનની અંતિમ ભૂખ હડતાળ કરીશ, ભાજપે સમય માંગ્યો
Maharashtra BJP leaders meets Anna Hazare: નવા કૃષિ કાયદને પાછો લેવાની માંગ માટે પંજાબ-હરિયાણાના ખેડૂતો દિલ્લીની સિંધુ બૉર્ડર પર અડગ છે. સરકાર પણ વાતચીત દ્વારા સમસ્યાનુ સમાધાન કરવાની કોશિશ કરી રહી છે પરંતુ ખેડૂતો પાછા હટવા માટે તૈયાર નથી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુુરુવારે આઠ પાનાંનો પત્ર લખીને કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલ ખેડૂતોને ખાસ અપીલ પણ કરી હતી પરંતુ ખેડ઼ૂતોએ તેમની વાત માનવાની ના પાડી દીધી. વળી, સમાજસેવી અન્ના હજારેના એક પત્રએ સરકારની મુશ્કેલી વધારી દીધી છે.
વાસ્તવમાં 83 વર્ષના અન્ના હજારેએ ખેડૂતોના આંદોલન વિશે કેન્દ્ર સરકારને એક વાર ફરીથી પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યુ છે કે કૃષિ મંત્રીએ જે લેખિત આશ્વાસ આપ્યુ હતુ તેનુ પાલન કરવામાં આવ્યુ નથી માટે હું મારા જીવનની અંતિમ ભૂખ હડતાળ ફરીથી શરૂ કરીશ જેને ક્યાં કરવાની છે, જગ્યા મળવા પર દિલ્લીમાં, મુંબઈમાં કે મારા ગામમાં એ હું જણાવીશ, ત્યારબાદ દિલ્લીમાં હલચલ પેદા થઈ ગઈ છે માટે કાલે અમુક ભાજપ નેતાઓએ અન્ના સાથે મુલાકાત કરી હતી.
થોડો સમય આપો તમારે ભૂખ હડતાળની જરૂર નહિ પડે
આ વિશે વાત કરીને અન્નાએ એક ન્યૂઝ ચેનલને કહ્યુ કે અમુક લોકો આવ્યા હતા મને મળવા, તેમણે મને કહ્યુ છે કે થોડો સમય આપો તમારે ભૂખ હડતાળની જરૂર નહિ પડે, તમે આ આંદોલનમાં શામેલલ ન થાવ. તમને જણાવી દઈએ કે અન્નાને સમજાવવા માટે ભાજપના રાજ્યસભા સાંસદ ભાગવત કરાડ અને મહારાષ્ટ્ર વિધાનસભાા પૂર્વ અધ્યક્ષ હરીભાઉ બાગડેને તેમના ગામ રાલેગણસિદ્ધિ મોકલવામાં આવ્યા હતા. અન્નાએ કહ્યુ કે તેમને મળવા આવેલા નેતાઓએ તેમની પાસે થોડો સમય માંગ્યો છે.
'સીમા પર બેઠેલા ખેડૂતો દેશના નાગરિક છે, કોઈ પાકિસ્તાની નથી'
ઉલ્લેખનીય છે કે આ પહેલા સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ કહ્યુ હતુકે જો ખેડૂતોની માંગો પૂરી ન થઈ તો તેઓ કેન્દ્ર સરકાર સામે ખેડૂતોના સમર્થનમાં જનઆંદોનલ શરૂ કરશે, લોકપાલ આંદોલનને તત્કાલીન કોંગ્રેસ સરકારને હલાવી દીધી હતી, હું ખેડૂતોના વિરોધ પ્રદર્શનોને એ જ રીતે જોઉ છુ, ભારત બંધના દિવસે, મે ખેડૂતોના સમર્થનમાં એક દિવસનો ઉપવાસ પણ કર્યો હતો. જો સરકાર ખેડૂતોની વાતો નહિ સાંભળે તો આખા દેશમાં જન આંદોલન થશે. સીમા પર બેઠેલા ખેડૂતો દેશના નાગરિક છે, કોઈ પાકિસ્તાની નથી, જે સરકાર તેમની વાત નથી સાંભળી રહી.
DDC Election Results: એ જાણતા હતા કે એકલા લડીશુ તો હારી જઈશુ