ઓરિસ્સા સરકારે OMBADCને ફાસ્ટ ટ્રેક પર લાવવાના આપ્યા નિર્દેશ, 2021ના પ્રથમ ત્રિમાસિક પહેલા થશે પૂરા
ભૂવનેશ્વરઃ રાજ્ય સરકારે સોમવારે ઓરિસ્સા ખનિજ અસર ક્ષેત્ર વિકાસ નિગમ(OMBADC)ને વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક સુધી સિવિલ કાર્યોને પૂરા કરવા માટે નિર્દેશ આપ્યા. મુખ્ય સચિવ અસિત ત્રિપાઠીની અધ્યક્ષતામાં થયેલી એક હાઈ લેવલની મીટિંગમાં આરોગ્ય, શિક્ષણ અને કૌશલ વિકાસના ક્ષેત્રમાં ચાલી રહેલ પરિયોજનાઓની પ્રગતિ પર સમીક્ષા કરવામાં આવી. તમને જણાવી દઈએ કે આ ત્રણ ક્ષેત્રોમાં રાજ્ય સરકારની 3000 કરોડ રૂપિયાની પરિયોજનાઓ ચાલી રહી છે. આ બધી પાયાગત પરિયોજનાઓ નિર્માણ માટે અલગ અલગ તબક્કામાં છે.
હેલ્થ સેક્ટરમાં ચાલી રહી છે 1300 કરોડની પરિયોજનાઓ
આ મીટિંગ બાદ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ મુખ્ય સચિવ પ્રદીપ મહાપાત્રાએ જણાવ્યુ કે હેલ્થ સેક્ટરમાં રાજ્ય સરકારની 1300 કરોડ રૂપિયાની પાંચ પરિયોજનાઓ ચાલી રહી છે. આ પરિયોજનાઓ કેમઝર, સુંદરગઢ, મયૂરભંજ અને જાજપુરમાં OMBADC દ્વારા ચલાવવામાં આવી રહી છે. આમાં 971 કરોડ રૂપિયાનુ રોકાણ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર, હેલ્થસ સર્વિસને વધુ સારી બનાવવા માટે 95 કરોડ અને ઈમરજન્સી સર્વિસ માટે 19 કરોડ રૂપિયા રોકાણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંસ્થાઓમાં ટેલી-મેડિસિન કેર પ્રોજેક્ટ પર 4.75 કરોજ રૂપિયા અને વિશેષ સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમમાં 207.90 કરોડ રૂપિયાનુ રોકાણ કરવામાં આવ્યુ છે.
શિક્ષણ ક્ષેત્રમાં 1600 કરોડની પરિયોજનાઓ પર થઈ રહ્યુ છે કામ
જાજપુરમાં 150 બેડની ગર્ભવતી મહિલાઓ માટે અને શિશુઓની દેખરેખ માટે હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે. સ્કૂલ અને માસ કમ્યુનિકેશનના પ્રમુખ સચિવ સત્યવ્રત સાહૂએ કહ્યુ છે કે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઓરિસ્સા આદર્શ વિદ્યાલય અને કસ્તૂરબા ગાંધી બાલિકા વિકાસ સ્કૂલોમાં મહત્વપૂર્ણ પાયાગત ઢાંચા અને અન્ય સુવિધાઓના વિકાસ માટે 1652.2 કરોડ રૂપિયાની પરિયોજનાઓ ચાલી રહી છે.
ગુજરાતની પહેલી AIIMSનુ ભૂમિ પૂજન કરશે પ્રધાનમંત્રી મોદી