ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને 'લીજન ઑફ મેરિટ'થી કર્યા સમ્માનિત, કેમ આપવામાં આવે છે આ અવૉર્ડ
નવી દિલ્લીઃ PM Modi honored Legion of Merit Award: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald trump) ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા(US)વચ્ચે ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ને 'લીજન ઑફ મેરિટ' (Legion of Merit) અવૉર્ડથી સમ્માનિત કર્યા છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ સી બીબેનના જણાવ્યા મુજબ અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ પીએમ મોદી તરફથી પદકનો સ્વીકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે 'લીજન ઑફ મેરિટ' અમેરિકાના સમ્માનિત અવૉર્ડમાંનો એક છે. તે અમેરિકી સેના, વિદેશી સૈન્ય સભ્યો અને રાજકીય હસ્તીઓ કે અમુક શ્રેષ્ઠ કરનારા વ્યક્તિઓને આપવામાં આવે છે.

પીએમ મોદીથી પ્રભાવિત ડોનાલ્ડ ટ્રમ્પ
ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા સારા દોસ્ત પણ છે. બંને ઘણી વાર રાજકીય મંચથી એકબીજાની પ્રશંસા કરી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાથી પીએમ મોદીના વિચારોથી પ્રભાવિત રહ્યા છે. આ દરમિયાન ભારતને વૈશ્વિક શક્તિ તરીકે ઉભારવા અને ભારત અમેરિકાની રણનીતિક ભાગીદારી વધારવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને દેશના પ્રતિષ્ઠિત સમ્માનોમાંથી એક 'લીજન ઑફ મેરિટ'થી નવાજ્યા છે.

શું છે 'લીજન ઑફ મેરિટ' અવૉર્ડ?
આ 'લીજન ઑફ મેરિટ' અવૉર્ડ કે પદકની શરૂઆત 20 જુલાઈ, 1942માં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ પદક અમેરિકી સેનાના અધિકારીઓ, વિદેશી સૈન્ય સભ્યો, રાજકીય હસ્તીઓ અને પોતાના જીવનમાં કંઈક શ્રેષ્ઠ કરનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. આ અમેરિકાના સર્વોચ્ચ સૈન્ય પદકોમાંનો એક છે. 'લીજન ઑફ મેરિટ' મેડલ એક ફાઈવ-રેવાળો સફેદ ક્રોસ છે જેના કિનારે લાલ રંગની પટ્ટીથી ધારિત કરવામાં આવ્યુ છે. આ મેડલમાં સફેદ 13 સ્ટાર્સ જડેલા છે જેમાં વાદળી અને લીલા રંગની પુષ્પાંજલિ છે.

પીએમ મોદી ઉપરાંત આમને મળી ચૂક્યો છે અવૉર્ડ
તમને જણાવી દઈએ કે પીએમ મોદી ઉપરાંત આ અવૉર્ડ પૂર્વ જાપાની પ્રધાનમંત્રી શિંજો આબે અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસનને આપવામાં આવી ચૂક્યો છે. વળી, પીએમ મોદીના અમેરિકાથી મળનાર નવીનતમ અવૉર્ડ છે. આ પહેલા તેમને વર્ષ 2016માં સઉદી અરબ દ્વારા 'ઑર્ડર ઑફ અબ્દુલઅજીજ અલ સઉદ', 'સ્ટેટ ઑર્ડર ઑફ ગાજી આમિર અમાનુલ્લાહ ખાન(2016)', રશિયા દ્વારા 2019માં 'ઑર્ડર ઑફ સેન્ટ એન્ડ્ર્યુ' અવૉર્ડ સહિત ઘણા દેશોમાંથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.