ખેડૂતોની આજથી ભૂખ હડતાળ, મોદી સરકારે ફરીથી મોકલ્યુ વાતચીતનુ આમંત્રણ
Farmers Protest Latest Update: મોદી સરકારે સંસદના ચોમાસુ સત્રમાં ઘણા હોબાળા બાદ ત્રણ નવા કૃષિ કાયદા પાસ કરાવ્યા હતા. સરકારનો દાવો છે કે આ કાયદાઓ ખેડૂતોની મોટી સમસ્યાઓનો ઉકેલ છે જ્યારે ખેડૂત નેતાઓનો આરોપ છે કે કૉર્પોરેટ જગતને ફાયદો પહોંચાડવા માટે સરકાર આ કાયદા લઈને આવી છે. આના કારણે તે 25 દિવસથી દિલ્લી પાસેની સીમાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ સોમવાર(આજ)થી તેમણે ભૂખ હડતાળનુ એલાન કર્યુ છે. જેના કારણે ફરીથી તેમને વાતચીતનુ આમંત્રણ આપવામાં આવ્યુ છે.
કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવે લખ્યો પત્ર
વાસ્તવમાં સરકાર ખેડૂત આંદોલનને જલ્દીમાં જલ્દી ખતમ કરવા માંગે છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ઘણી વાર ખેડૂતોની દરેક વાત સાંભળવાની વાત કહી છે. જેના કારણે એક વાર ફરીથી સરકારે આંદોલનકારી ખેડૂતોને વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ અંગે કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે ક્રાંતિકારી મોરચા સહિત 40 ખેડૂત સંગઠનોને પત્ર લખ્યો છે.
યોગેન્દ્ર યાદવે કહી આ વાત
સિંધુ બૉર્ડર પર પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન યોગેન્દ્ર યાદવે કહ્યુ કે સોમવારથી બધા પ્રદર્શન સ્થળો પર ખેડ઼ૂત એક દિવસની શ્રમિક ભૂખ હડતાળ કરશે. આની શરૂઆત પ્રદર્શન સ્થળો પર 11 સભ્યોનુ એક દળ કરશે. આ ઉપરાંત તેમણે પીએમ મોદીના 'મન કી બાત કાર્યક્રમ' દરમિયાન ખેડૂતોને થાળી વગાડવાની અપીલ કરી. ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલાના જણાવ્યા મુજબ 25થી 27 ડિસેમ્બર સુધી હરિયાણાના બધી ટોલ પ્લાઝા પર તે વસૂલી નહિ કરવા દે.
કૃષિ મંત્રીના પત્ર પર પલટવાર
વળી, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને આઠ પાનાંનો ખુલ્લો પત્ર લખ્યો હતો ત્યારબાદ પીએમ મોદીએ પણ ખેડૂતોને અપીલ કરી હતી કે તે આ પત્રને જરૂર વાંચે કારણકે આ કાયદો તેમના વિરોધમાં નથી. જેના પર અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમિતિ(એઆઈકેએસસીસી)એ પલટવાર કર્યો છે. એઆઈકેએસસીસીએ કહ્યુ કે એમાં કોઈ શંકા નથી કે તેમના દ્વારા કહેવામાં આવેલી દરેક વાત તથ્યહીન છે. એ કહેવુ દૂર્ભાગ્યપૂર્ણ છે કે ખેડૂતોના મુદ્દાઓને ઉકેલવાની કોશિશમાં છેલ્લા બે દિવસોમાં તમે ખેડ઼ૂતોની માંગો અને તેમના વિરોધ પર જે હુમલા કર્યા છે, તે દર્શાવે છે કે ખેડૂતો સાથે તમને કોઈ સહાનુભૂતિ નથી.