હજી હાર નથી સ્વીકારી ટ્રમ્પે, પેંસિલ્વેનિયા ચૂંટણી રિઝલ્ટ વિરુદ્ધ ફરી પહોંચ્યા કોર્ટ
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારવા તૈયાર જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પરિણામોને પલટાવવા માટે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પ્રચારની ટીમે તાજા જાણકારી આપતા કહ્યું કે પેંસિલ્વેનિયાના ડાક મત પત્ર સાથે જોડાયેલ ફેસલાને પલટાવવા માટે ટૉપ કોર્ટમાં નવી અરજી નાખી છે. આ અરજીમાં પેંસિલ્વેનિયા જનરલ એસેમ્બલીને ખુદ પોતાના નિર્વાચકોની પસંદગી કરવાનો અધિકાર આપવાનો અનુરોધ કર્યો છે.
પેંસિલ્વેનિયાના ચૂંટણી પરિણામ જો પલટાય છે ત્યારે પણ તેની કોઈ અસર નહિ પડે. જો બિડેન ઈલેક્ટોરલ કોલેજમાં જીતના આંકડાના મોટા અંતરના કારણે અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં વિજેતા રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રૂડી ગિલિયાનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે અરજીમાં તમામ અપયુક્ત સમાધાનોનો કોર્ટને અનુરોધ કરવામાં આવ્યો છે. અરજીમાં પેંસિલ્વેનિયામાં નિયુક્ત ઈલેક્ટોરલ કોલેજ રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જનરલ એસેંબલીને નવા ઈલેક્ટોરલ કોલેજની મંજૂરી આપવાનો પણ આગ્રહ કર્યો છે.
Flashback 2020: ડોનાલ્ડ ટ્રમ્પના એવાં કામ જે વિશ્વનેતા તરીકે યાદ રખાશે
જો કે ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ પેંસિલ્વેનિયાના ચૂંટણી પરિણામોને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચૂક્યા હતા. જેને સુપ્રીમ કોર્ટે 8 ડિસેમ્બરે રદ્દ કરી દીધી હતી. ડોનાલ્ડ ટ્મર્પે ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવતા કેટલાય પ્રમુખ રાજ્યોમાં ડઝનેક કેસ નોંધ્યા હતા, જેમાંથી લગભગ તમામ અરજીઓને કોર્ટે રદ્દ કરી દીધી છે. 3 નવેમ્બરે અમેરિકામાં થયેલ પ્રેસિડેન્શિયલ ચૂંટણીના પરિણામો સ્વીકારવા ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર નથી. અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં ડેમોક્રેટ નેતા જો બિડેનની જીત થઈ છે.