બ્રિટનમાં સુપર-સ્પ્રેડર કોરોના વાયરસ, UKની બધી ફ્લાઈટ્સ પર બેન લગાવે સરકારઃ CM કેજરીવાલ
નવી દિલ્લીઃ Coronavirus News: બ્રિટનમાં કોરોના વાયરસના નવા રૂપના ફેલાવ બાદ એક વાર ફરીથી આખી દુનિયામાં કોવિડ-19ના પ્રકોપનો ડર ફેલાયો છે. બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન(New Strain of Coronavirus)VUI-202012/01 મળ્યા બાદ ઘણા દેશોએ પહેલા જ યુકે માટે પોતાની બધી ફ્લાઈટ્સ પર બેન લગાવી દીધો છે. આ દરમિયાન ભારત સરકાર પર પણ લંડન જતી બધી ઉડાનોને રદ કરવાનુ દબાણ થઈ ગયુ છે. સોમવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને યુકેની બધી ઉડાનો પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો છે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના એક ટ્વિટમાં કેન્દ્ર સરકારને આગ્રહ કરીને કહ્યુ, 'યુકેમાં કોરોના વાયરસનુ નવુ રૂપ મળ્યુ છે, જે એક સુપરસ્પ્રેડર છે. હું કેન્દ્ર સરકારને બ્રિટનની બધી ઉડાનો પર ત્વરિત પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કરુ છુ.' તમને જણાવી દઈએ કે બ્રિટનમાં કોરોના વાયરસના મ્યૂટંટ મળ્યા બાદ દુનિયાના ઘણા દેશોએ હાલમાં બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્રાંસ, જર્મની, ઈટલી, નેધરલેન્ડ્સ, ઑસ્ટ્રિયા, આયરલેન્ડ અને બલ્ગેરિયાએ રવિવારે જ બ્રિટનથી આવતી બધી ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો.
ભારતીય આરોગ્ય મંત્રાલયે બોલાવી ઈમરજન્સી બેઠક
તમને જણાવી દઈએ કે બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ એક વાર ફરીથી આખા દેશમાં સખત લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યુ છે. બ્રિટનની સ્થિતિને જોતા ભારતીય આરોગ્ય મંત્રાલય પણ સક્રિય થઈ ગયુ છે. જેના કારણે સોમવારે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સંયુક્ત નિરીક્ષણ (Joint Monitoring Group)ની ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં ભારતમાં WHOના પ્રતિનિધિ રોડેરિકો એચ પણ ભાગ લઈ શકે છે. આ દરમિયાન બ્રિટનની સ્થિતિ અને કોરોનાના નવા સ્ટ્રેનની સમીક્ષા કરવામાં આવશે જેથી ભારતમાં જો આવી કોઈ સ્થિતિ આવે તો તેની સામે લડી શકાય.
New mutation of corona virus has emerged in UK, which is a super-spreader.
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 21, 2020
I urge central govt to ban all flights from UK immediately.