નેપાળ : કે. પી. શર્મા ઓલીની સરકારે કરી સંસદ વિખેરી દેવાની ભલામણ, થયો મોટો વિવાદ
બીબીસી નેપાળીને નેપાળના મંત્રી બર્શમાન પુન દ્વારા અપાયેલી જાણકારી અનુસાર, રવિવારે સવારે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના અધ્યક્ષ સ્થાને મળેલી ઇમર્જન્સી કૅબિનેટની મિટિંગમાં રાષ્ટ્રપતિને સંસદને વિખેરી દેવાની ભલામણ કરવાનો નિર્ણય લેવાયો છે.
રવિવારે સવારે બાલુવતાર ખાતે વડા પ્રધાનના નિવાસ સ્થાને આ ઇમરજન્સી બેઠક મળી હતી.
નોંધનીય છે કે નેપાળના બંધારણમાં વિશ્વાસમત હાંસલ કરવા કે વડા પ્રધાનની નિમણૂક કરવામાં અસફળતાની સ્થિતિ સિવાય સંસદને વિખેરી નાખવાની કોઈ જોગવાઈ નથી.
બીબીસીની નેપાલી સેવાને સ્થાનિક બંધારણીય નિષ્ણાતોએ કહ્યું કે, સંસદને વિખેરી નાખવાની વડા પ્રધાનની જાહેરાત ગેરબંધારણીય છે.
કે. પી. શર્મા ઓલી જાહેરાત બાદ રાષ્ટ્રપતિની મુલાકાતે છે તો વિરોધ પક્ષ નેપાળી કૉંગ્રેસે ઇમર્જન્સી મિટિંગ બોલાવી છે.
https://twitter.com/ANI/status/1340543345613914112
કૅબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણકાજી શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે, “આજે સવારે યોજાયેલી મિટિંગમાં બધા મંત્રીઓ હાજર નહોતા, તેથી આ ઉતાવળે લેવાયેલ નિર્ણય છે. આ નિર્ણય લોકતાંત્રિક નિયમો વિરૂદ્ધ છે અને આ નિર્ણયથી દેશ પાછળ જશે. આ નિર્ણય લાગુ ન કરી શકાય.”
સત્તા પક્ષ CPN (માઓઇસ્ટ)ના આંતરિક વિખવાદો વચ્ચે વડા પ્રધાને સંસદ વિખેરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ચૅરમૅન પુષ્પ કમલ દહલ અને માધવ કુમાર નેપાળ અને ઝાલા નાથ ખનલ જેવા વરિષ્ઠ નેતાઓ ઓલી પર પક્ષ અને સરકારને મનસ્વી અને એકતરફી રીતે ચલાવવાનો આરોપ લગાવતા રહ્યા હતા.
- નેપાળને ફરીથી હિંદુરાષ્ટ્ર બનાવવાની માગ કેમ ઊઠી રહી છે?
- નેપાળ ભારતના જનરલને પોતાની સેનાના માનદ અધ્યક્ષ કેમ બનાવે છે?
આ અંગે બંધારણમાં શી જોગવાઈ છે?
નેપાળના બંધારણના અનુચ્છેદ 85માં પ્રતિનિધિસભાના કાર્યકાળ વિશે વાત કરવામાં આવી છે.
આ અનુચ્છેદની પેટા કલમ (1)માં લખાયું છે : બંધારણ અનુસાર વિખેરી ન દેવામાં આવે ત્યાં સુધી પ્રતિનિધિસભાની મુદ્દત મહત્તમ પાંચ વર્ષની રહેશે.
બંધારણના અનુચ્છેદ 76ની પેટાકલમ (7)માં મંત્રીમંડળના ગઠનને લગતી જોગવાઈ છે, જેમાં જણાવાયું છે : જો પેટા કલમ (5)ને અનુસરીને બનાવેલ વડા પ્રધાન વિશ્વાસ મત મેળવવામાં અસફળ નીવડે કે વડા પ્રધાનની નિમણૂક ન થઈ શકે, તો તેવા કિસ્સામાં વડા પ્રધાનની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ પ્રતિનિધિસભાને વિખેરી શકશે છે અને છ માસની અંદર તેની બીજી ચૂંટણીની તારીખ નક્કી કરશે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=WgMjdMdOIBQ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો