ભારતમાં 1 કરોડ કોરોના સંક્રમિતો, 95 લાખ ઠીક થયા
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. જો કે એવી ઉમ્મીદ છે કે કોરોનાની વેક્સીન બહુ જલદી જ બજારમાં આવી જાય. આ દરમ્યાન દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આજે એક કરોડ સુધી પહોંચી ગઈ છે. શનિવારે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની 22મી બેઠક દરમ્યાન સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને જણાવ્યું કે ભારતનો રિકવરી રેટ દુનિયામાં સૌથી વધુ 95.46 ટકા છે. ડૉ હર્ષવર્ધને કહ્યું કે લોકોએ બિલકુલ ઘભરાવાની જરૂરત નથી. તેમણે પોતાના તાજા નિવેદનમાં કહ્યું કે સ્વદેશી વેક્સીન તૈયાર કરી લેવામાં આવી છે અને અમારી પાસે 30 કરોડો લોકોને રસીના ડોઝ આપવાની ક્ષમતા છે.
સ્વાસ્થ્ય મંત્રીએ મહામારીને લઈ જરૂરી વાતો શેર કરી. તેમણે કહ્યું કે અમારા દેશમાં મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક છે, જે 1.45 ટકા છે. આખા ભારતમાં 16 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. અમારા વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય નિષ્ણાંતો વેક્સીન બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. આ સંબંધમાં જીનોમ અનુક્રમણ અને કોરોના વાયરસ આઈસોલેશન અને સ્વદેશી રસી વિકસિત કરવામાં આવી છે જે 6થી 7 મહિનામાં બારતમાં 30 કરોડ લોકોને રસી લગાવવા સમર્થ હશે.
ગુજરાતઃ વેક્સીન લગાવવાનુ પ્રશિક્ષણ શરૂ, એક દિવસમાં 50 હજાર લોકોને અપાશે ડોઝ
1 કરોડમાં 95 લાખ 46 હજાર સાજા થયા
હર્ષવર્ધને કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસના એક કરોડથી વધુ મામલા સામે આવ્યા છે. તેમાંથી 905 લાખ 46 હજાર લોકો સફળતાપૂર્વક સંક્રમણમુક્ત થયા છે. ભારતમાં દુનિયામાં સૌથી વધુ રિકવરી રેટ છે. વર્તમાનમાં કોરોના રિકવરી રેટ 95.46 ટકા છે. જણાવી દઈએ કે દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 1,45,136 થઈ ગઈ છે. જ્યારે દેશમાં હવે સક્રિય મામલાની સંખ્યા 3 લાખ રહી ગઈ છે.