ભારત પાકિસ્તાન વિરુદ્ધ 'સર્જિકલ સ્ટ્રાઇક'ની યોજના બનાવી રહ્યું છે?
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે તેમને ગુપ્તચર સૂત્રો થકી જાણવા મળ્યું છે કે ભારત પાકિસ્તાન વિરુદ્ધ 'સર્જિકલ સ્ટ્રાઇક'ની યોજના બનાવી રહ્યું છે.
તેમનું કહેવું હતું કે ભારત પોતાની આંતરિક બાબતો અને ભારત પ્રશાસિત કાશ્મીરની હાલતથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવું કરવા અંગે વિચારી રહ્યું છે.
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ-ધાબીમાં પત્રકારપરિષદ દરમિયાન કુરૈશીએ કહ્યું કે તેમની પત્રકારપરિષદનો ઉદ્દેશ પાકિસ્તાનીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને જરૂરી જાણકારી આપવાનો હતો.
તેમણે એવું પણ કહ્યું કે જો ભારત આવી કોઈ હરકત કરે છે તો પાકિસ્તાન તેનો ભરપૂર અને જડબાતોડ જવાબ આપશે.
કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાને કેટલાંય મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રોને પણ આઅંગેની આશંકાથી માહિતગાર કર્યા છે અને તેમની સાથે એ ગુપ્તચર માહિતી પણ શૅર કરી છે, જેથી તેમને પણ ભારતની યોજના અંગે જાણકારી મળી શકે.
ભારત તરફથી હજુ સુધી આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. કુરૈશીએ એવું પણ કહ્યું છે કે કોરોના વાઇરસને લીધે ભારતના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો