Moderna vaccineને અમેરિકામાં મળી મંજૂરી, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહી આ વાત
US authorizes Moderna Coronavirus vaccine for emergency use: સંયુક્ત રાજ્ય અમેરિકાએ મૉડર્ના(Moderna vaccine) કોરોના વાયરસ વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(FDA)એ થોડા દિવસ પહેલા જ એડવાઈઝરી પેનલે Modernaની કોરોના વાયરસ વેક્સીનને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ચીફ સ્ટીફન હેને કહ્યુ કે કોવિડ-19ને અટકાવવા માટે હવે બે રસીની ઉપલબ્ધતા સાથે FDA આ વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં વધુ મહત્વપૂર્ણ પગલુ લીધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસંગે ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ છે કે, 'અભિનંદન, મૉડર્ના વેક્સીન ઉપલબ્ધ છે!' ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પણ હાલમાં જ Moderna વેક્સીન વિશે ટ્વિટ કર્યુ હતુ.
આવતા સપ્તાહે વેક્સીન વિતરણ થઈ શકે છે શરૂ
જો કે FDAએ ઈમરજન્સી ઉપયોગની મંજૂરી તો આપી દીધી છે પરંતુ હાલમાં એ નથી જણાવ્યુ કે તેને ક્યારથી વિતરિત કરવામાં આવશે. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આના વિતરણનુ કામ આવતા સપ્તાહમાં શરૂ કરવામાં આવશે. અમેરિકામાં આ પહેલા જ Pfizerની વેક્સીન આપવાનુ કામ શરૂ કરવામાં આવી ચૂક્યુ છે. હવે Modernaને મંજૂરી મળ્યા બાદ આ વેક્સીનવાળી બીજી અમેરિકી કંપની બની ગઈ છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે થોડા દિવસ પહેલા જ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે Modernaની વેક્સીનને મંજૂરી મળી ગઈ છે અને તેને જલ્દી વિતરીત કરવાનુ કામ શરૂ કરી દેવામાં આવશે.
94.1 ટકા અસરકારક છે મૉડર્નાની વેક્સીન
તમને જણાવી દઈએ કે એફડીએની સમીક્ષામાં એ જોવામાં આવ્યુ છે કે મૉડર્નાની વેક્સીનની 30 હજાર લોકો પર ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 94.1 ટકા અસરકારક છે. જો કે તેમણે આની સાઈડ ઈફેક્ટ તરીકે કહ્યુ છે કે વેક્સીન લાગ્યા બાદ લોકોમાં તાવ, માથામાં દુઃખાવો અને થાકની સમસ્યા આવી શકે છે પરંતુ આ ખતરનાક નથી.
જમ્મુ કાશ્મીરમાં DDCના અંતિમ તબક્કાનુ આજે મતદાન