લગ્નનુ વચન આપીને શારીરિક સંબંધ બાંધવો એ રેપ નથીઃ દિલ્લી હાઈકોર્ટ
નવી દિલ્લીઃ લગ્નનુ વચન આપીને શારીરિક સંબંધ બનાવવાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આવા કેસોમાં ઘણી યુવતીઓ રેપનો આરોપ લગાવીને કોર્ટમાં પહોંચી જાય છે. કંઈક આ જ પ્રકારના એક કેસની સુનાવણી દિલ્લી હાઈકોર્ટમાં પણ થઈ. જેના પર દિલ્લી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યુ કે લગ્નના વચન બાદ જો કોઈ પ્રેમી જોડુ શારીરિક સંબંધ બનાવે તો તેને રેપ ન કહી શકાય. આ પહેલા આ કેસમાં ટ્રાયલ કોર્ટે પણ આ રીતનો ચૂકાદો સંભળાવ્યો હતો.
વાસ્તવમાં એક મહિલા એક પુરુષ સાથે 7 વર્ષ સુધી (2008થી 2015) રિલેશનમાં રહી. મહિલાનો આરોપ છે કે પુરુષે તેને લગ્નનુ વચન આપ્યુ હતુ. સાથે જ ઘણા મહિનાઓ સુધી તેણે શારીરિક સંબંધ પણ બનાવ્યા. ત્યારબાદ તે એને છોડીને જતો રહ્યો. જેના પર મહિલા ટ્રાયલ કોર્ટ પહોંચી અને તેણે પોતાા પાર્ટનર પર રેપનો આરોપ લગાવ્યો. લાંબી સુનાવણી બાદ પણ ટ્રાયલ કોર્ટમાં મહિલાના પક્ષમાં ચૂકાદોન આવ્યો અને આરોપી છૂટી ગયો. આના પર મહિલા સીધી હાઈકોર્ટમાં ગઈ.
દિલ્લી હાઈકોર્ટમાં જસ્ટીસ વિભૂ બાખરુની બેંચે આ કેસની સુનાવણી કરી અને ટ્રાયલ કોર્ટના ચૂકાદાને યોગ્ય ગણાવ્યો. સુનાવણી દરમિયાન જસ્ટીસ બાખરુએ કહ્યુ કે ઘણા વાર વચનના ઝાંસામાં આવીને મહિલાઓ શારીરિક સંબંધ બનાવવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ તેમાં તેમની સંપૂર્ણ સંમતિ નથી હોતી. આવા કેસોમાં રેપ એટલે કે આઈપીસીની કલમ 375 હેઠળ કેસ ચલાવી શકાય છે. વળી, જો કોઈ લાંબા સમય સુધી પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવે તો એ ન માની શકાય કે યુવતીએ લગ્નના ઝાંસામાં આવીને આવુ કર્યુ. જેના કારણે આરોપીને છોડવામાં આવે છે.
જવાનો માટે સપ્લાઈ ટ્રેનો રોકી રહ્યા છે તે ખેડૂત ન હોઈ શકે