અરવિંદ કેજરીવાલના ઘરે ધરણા આપી રહેલા મેયરને હાઇકોર્ટની ફટકાર, હટાવવા આપ્યો આદેશ
દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ) અને પાટનગરની ત્રણ મહાનગરપાલિકાઓ વચ્ચે પરિસ્થિતિઓ તંગ છે. દિલ્હી એમસીડી પર કૌભાંડનો આરોપ મૂકાયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસની બહાર છેલ્લા 10 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ મામલાની નોંધ લેતા દિલ્હી હાઈકોર્ટે એમસીડી મેયરોને ઠપકો આપ્યો છે. કોર્ટે દિલ્હી પોલીસને વિરોધ કરી રહેલા એમસીડી મેયરને સીએમ હાઉસની સામેથી અન્ય સ્થળે ખસેડવાનો નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે કે, દિલ્હી એમસીડીની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને આપમાં પણ વાકયુદ્ધ તીવ્ર બન્યુ છે. AAP એ ભાજપ પર 2500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. દસ દિવસથી વધુ સમયથી મુખ્યમંત્રી આવાસની બહાર ધરણા કરી રહેલા એમસીટી મેયરોએ હાઈકોર્ટનો ઠપકો સાંભળવો પડ્યો. હાઈકોર્ટે કહ્યું કે બંધારણ હેઠળ કોઈપણને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન ખોટો દાખલો બેસાડે છે.
Delhi Police counsel tells the court that they have made sincere effort to move these protestors to a different location and informed them about DDMA order that political events in Delhi are prohibited till December 31, 2020, & thus permission to hold a protest cannot be granted. https://t.co/K7Ak095cZa
— ANI (@ANI) December 18, 2020
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને દિલ્હી મુખ્યમંત્રીના નિવાસની બહાર વિરોધ કરી રહેલા ત્રણ મહાનગર પાલિકાના મેયરને અન્ય સ્થળે ખસેડવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. દરમિયાન, દિલ્હી પોલીસના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓએ અગાઉ આ વિરોધીઓને અલગ જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ડીડીએમએના આદેશ વિશે મેયરને પણ જાણ કરવામાં આવી છે કે, 31 ડિસેમ્બર, 2020 સુધી દિલ્હીમાં રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ છે અને તેથી તેનો વિરોધ કરવાની મંજૂરી આપી શકાતી નથી.
હાથરસ કેસ: વકીલે કહ્યું- સીબીઆઇની ચાર્જશીટમાં આરોપીઓ પર ગેંગરેપ બાદ હત્યાના આરોપો નક્કી