Farmers Protest: SCમાં ખેડૂત આંદોલન પર આજે ફરીથી સુનાવણી, કમિટી પર હશે સૌની નજર
નવી દિલ્હી: Supreme Court on Farmers protest hear pil challenging: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ 20 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદા માટે ઘણી વાર ચર્ચાઓ થઈ પરંતુ કોઈ સમાધાન મળ્યું નથી. આ સ્થિતિમાં બુધવારે (16 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટે આ મામલાના ઉકેલ માટે સુનાવણી કરી હતી. ગુરુવારે એટલે કે આજે (17 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટમાં આ મામલે ફરીથી સુનાવણી થવાની છે. કોર્ટના આદેશ મુજબ સમિતિની રચના અંગેનો નિર્ણય આજે લેવામાં આવશે.
ખેડૂતોની માંગ છે કે આ કાયદો સંપૂર્ણપણે રદ કરવામાં આવે, જ્યારે સરકારનું કહેવું છે કે તે આ મામલે પીછેહઠ કરશે નહિ. સરકારે ખેડૂતોને સુધારા કરવાનો વિકલ્પ આપ્યો છે પરંતુ તે ખેડૂતોને સ્વીકાર્ય નથી. બુધવારે સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર સુનાવણી દરમિયાન કહ્યું કે આ રાષ્ટ્રીય કક્ષાનો મામલો છે જેના માટે પરસ્પર સંમતિ જરૂરી છે. કોર્ટે દિલ્હી અને દેશના જુદા જુદા ભાગોમાં સરહદ પર પ્રદર્શન કરતા ખેડૂત સંગઠનોની યાદી માંગી છે. જેથી કોર્ટ જાણ થઈ શકે કે આખરે આ વાત કોની સાથે થવાની છે.
સુપ્રીમ કોર્ટમાં આજે ડીએમકેના તિરુચી સિવા, રાજદના મનોજ ઝા અને છત્તીસગઢ કોંગ્રેસના રાકેશ વૈષ્ણવની અરજી પર સુનાવણી છે. આ ત્રણેય નેતાઓએ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ કરી છે. ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે કેન્દ્ર સરકારે સંસદમાં આ કાયદો પસાર કરતા પહેલા ખેડૂતો અને અન્યની એક સમિતિ બનાવવી જોઇતી હતી અને પછી વાત કરીને આ બિલ તૈયાર કરવુ જોઈતુ હતુ.