Vijay Diwas 1971: રાહુલ ગાંધીએ સૈન્યના શૌર્યને નમન કર્યું
નવી દિલ્હીઃ આજે વિજય દિવસના અવસર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને વિજય દિવસની શુભકામના આપતાં સૈન્યના શૌર્યને નમન કર્યું છે. તેમમે ટ્વિટર પર લખ્યું કે વર્ષ 1971માં ભારતની પાકિસ્તાન ઐતિહાસિક જીતના ઉત્સવ પર દેશવાસીઓને શુભકામનાઓ અને સેનાના શૌર્યને નમન. આ એ સમયની વાત છે જ્યારે ભારતના પાડોસી દેશ ભારતના વડાપ્રધાનથી ભયભીત હતા અને સીમાનું ઉલ્લંઘન કરવાથી પણ ડરતા હતા.
જણાવી દઈએ કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતનું કારણે આજનો દિવસ મનાવવામાં આવે છે. આ યુદ્ધના અંત બાદ 93000 પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કરી દીધું હતું. વર્ષ 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ માત આપી, જે બાદ પૂર્વી પાકિસ્તાન આઝાદ થઈ ગયું, જે આજે બાંગ્લાદશના નામે ઓળખાય છે. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક અને દરેક દેશવાસીઓના દિલમાં ઉમંગ પેદા કરતું સાબિત થયું હતું, બાંગ્લાદેશમાં આ દિવસને વિક્ટ્રી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે.
પાકિસ્તાનના 93000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું
આ યુદ્ધ બાદ પાકિસ્તાની સેનાએ 90 હજાર પાક સૈનિકોને બંદી બનાવી લીધા હતા. કહેવાય છે કે યુદ્ધ પહેલાં અને યુદ્ધ દરમ્યાન પાકિસ્તની સેનાએ બે લાખથી વધુ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું. આ લડાઈમાં 30 લાખથી વધુ લોકોના મોત થયાં હતાં, એક કરોડ જેટલા લોકોએ ભારતમાં શરણ લીધી હતી. 13 દિવસ ચાલેલા આ યુદ્ધમાં 3900 જવાન શહીદ થયા હતા.
Vijay Diwas: જ્યારે જનરલ માણેકશા એ પાકિસ્તાન ઘૂંટણીએ બેસાડી દીધું
યુદ્ધમાં શ્રેષ્ઠ નેતૃત્વ માટે 1972ના ગણતંત્ર દિવસ પર માણેકશાને પહેલા ફીલ્ડ માર્શલના રૂપમાં પ્રગતિ આપતાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા અને ઈન્દિરા ગાંધીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભારત અને ઈન્દિરા ગાંધી માટે આ સૌથી વધુ ગૌરવનો અવસર હતો.