For Quick Alerts
For Daily Alerts
દિલ્હી હાઇકોર્ટે એઇમ્સની નર્સોની હડતાલ પર લગાવી રોક, કામ પર પરત ફરવા આદેશ
દિલ્હી હાઈકોર્ટે એમ્સની નર્સોની હડતાલ પર સ્ટે મુક્યો છે અને તેમને કામ પર પાછા જવા કહ્યું છે. જસ્ટિસ નવીન ચાવલાએ એઈમ્સના અધિકારીઓએ યુનિયનની ફરિયાદો ધ્યાનમાં લીધા બાદ સંઘને હડતાલ બંધ કરવા નિર્દેશ આપ્યો હતો.
ઉલ્લેખનિય છેકે કોરોના વાયરસ સંકટ વચ્ચે સોમવારે (14 ડિસેમ્બર, 2020) દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ની નર્સ યુનિયન દ્વારા હડતાલની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નર્સ યુનિયન દ્વારા વહીવટી તંત્ર તેમની માંગણીઓ ન સ્વીકારવાના કારણે અચોક્કસ મુદતની હડતાલની ઘોષણા કરી હતી. છઠ્ઠા કેન્દ્રિય પગાર પંચની દરખાસ્તો સ્વીકારવાની માંગ પણ કરવામાં આવી રહી છે.
પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચને મળ્યા બીજેપી નેતા, જલ્દી આચાર સંહિતા લાગુ કરવા કરી માંગ