BSFના જવાનોએ ખાસ અંદાજમાં શહીદોને આપી શ્રદ્ધાંજલિ, પાક સીમા પર કરી 180 કિમી રિલે રેસ
ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્વ પાકિસ્તાનને લઈને 1971માં એક ભીષણ યુદ્ધ થયુ હતુ જેમાં પાકિસ્તાનનો કારમો પરાજય થયો હતો. આ સાથે જ પૂર્વ પાકિસ્તાન આઝાદ થઈને બાંગ્લાદેશ બન્યુ. દર વર્ષે આ જીતનો જશ્ન મનાવવામાં આવે છે અને શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે. 1971ના ભારત -પાકિસ્તાન યુદ્ધના વીર જવાનોના માનમાં બૉર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ પર મધ્ય રાત્રિના સમયે 180 કિલોમીટરની રિલે રેસ યોજી હતી.
સૌથી વિશેષ બાબત એ છે કે સૈનિકોએ અનુપગઢમાં 11 કલાકથી ઓછા સમયમાં આ રેસ પૂર્ણ કરી પોતાના શૌર્ય અને સાહસનો પણ પરિચય આપ્યો હતો. અનુપ ગઢમાં આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યુ કે રાષ્ટ્ર વિરોધી પરિબળોને ખ્યાલ હોવો જોઈએ કે 1971ના સમયથી ભારતીય સૈન્ય આજે વધુ શક્તિશાળી બન્યુ છે. હાલમાં 12 વાગ્યા સુધી બીએસએફના 900થી વધુ સૈનિકોએ આ રેસ પૂર્ણ કરી. મહત્વનુ છે કે બીએસએફ એ ભારતનુ અર્ધ લશ્કરી દળ છે જે શાંતિકાળમાં ભારતીય બૉર્ડરની સીમા સુરક્ષા માટે જવાબદાર હોય છે. આ જવાનો મોટાભાગે ટ્રેઈન્ડ હોય છે તેમજ ભારત પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશની સીમા પર તૈનાત હોય છે.
#WATCH Bikaner, Rajasthan: BSF personnel ran a 180 kilometres relay race at midnight (13/14th December) at the international border, to honour the 1971 war veterans. The race culminated at Anupgarh, in less than 11 hours.
— ANI (@ANI) December 14, 2020
(Source: BSF) pic.twitter.com/3jDpAtjfhW
આયુષ ડૉક્ટર કોરોનાનો ઈલાજ કરી શકે? સુપ્રીમ કોર્ટ શું કહ્યુ