આયુષ ડૉક્ટર કોરોનાનો ઈલાજ કરી શકે કે નહિ, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ
નવી દિલ્લીઃ Supreme Court On AYUSH doctors: આયુષ ડૉક્ટર કોરોનાનો ઈલાજ કરી શકે કે નહિ? સુપ્રીમ કોર્ટે મંગળવારે(15 ડિસેમ્બર) આના પર પોતાની ટિપ્પણી આપી છે. સુપ્રીમ કોર્ટે માન્યુ છે કે આયુષ ડૉક્ટર આરોગ્ય મંત્રાલયના 6 માર્ચના દિશા નિર્દેશ અનુસાર કોવિડ-19 પૉઝિટિવ દર્દીઓ માટે ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે સરકાર દ્વારા અનુમોદિત ટેબલેટ કે મિશ્રણ લખી શકે છે. આયુષ ડૉક્ટરોમાં એવા ડૉક્ટરો આવે છે જે આયુર્વેદ, હોમિયોપેથી અને સિદ્ધા જેવી આયુષની વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓથી દર્દીની સારવાર કરે છે.
થોડા સપ્તાહ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે લેખિતમાં જવાબ માંગ્યો હતો કે શું કોરોના વાયરસના દર્દીઓનો ઈલાજ આયુષ ડૉક્ટર કરી શકે કે નહિ. કેન્દ્ર સરકારના મોકલેલા જવાબો બાદ જ સુપ્રીમ કોર્ટે એ ટિપ્પણી કરી છે કે આરોગ્ય મંત્રાલયના કોરોના વાયરસ માટે જારી દિશા નિર્દેશ માટે જ ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે ટેબલેટ લખી શકે છે. સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યુ હતુ કે દરેકને કોરોના દર્દીઓનો ઈલાજ કરવાની મંજૂરી ન આપી શકાય.
જાણો, શું છે સમગ્ર મામલો
આયુષ મંત્રાલયે 6 માર્ચ 2020ના રોજ એક અધિસૂચના જારી કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોના સંક્રમિત દર્દીઓના ઈલાજ માટે રાજ્ય સરકાર અન્ય પદ્ધતિઓ સાથે સાથે હોમિયોપેથીને પણ શામેલ કરવા માટે અલગ અલગ પ્રયાસ કરી શકે છે. જે બાદ કેરળના એક વકીલે હાઈકોર્ટમાં અરજી કરી અને કહ્યુ કે આયુષ મંત્રાલયના આ દિશા-નિર્દેશને લાગુ કરવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવે. ત્યારબાદ હાઈકોર્ટે પણ ટિપ્પણી કરી હતી કે આયુષ ડૉક્ટર દવા તો લખી શકે છે પરંતુ કોરોના દર્દીનો ઈલાજ ન કરી શકે. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પણ લક્ષણ વિનાના અને કોરોનાના હળવા સંક્રમણવાળા દર્દીનો ઈલાજ આયુર્વેદ અને યોગથી કરવાના દિશાનિર્દેશ જારી કર્યા હતા. જેમાં ઈમ્યુનિટી બૂસ્ટર અને ઉકાળા શામેલ હતા.
કોરોના વેક્સીન માટે ગાઈડલાઈન જારી, કઈ રીતે કરશો રજિસ્ટ્રેશન