કૃષિમંત્રીનુ ચોંકાવનારુ નિવેદનઃ 'મોદી વિરોધી' તાકાતો છે ખેડૂત આંદોલનનો હિસ્સો
નવી દિલ્લીઃ ખેડૂત આંદોલન માટે ઘેરાયેલી કેન્દ્ર સરકાર હજુ સુધી ખેડૂતોને મનાવવાની દરેક કોશિશમાં નિષ્ફળ સાબિત થઈ છે. છેલ્લા 16-17 દિવસોની અંદર ખેડૂતો અને સરકાર વચ્ચે ઘણી સ્તરની વાતચીત થઈ ચૂકી છે પરંતુ કોઈ સમાધાન નીકળ્યુ નથી. આ દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. વાસ્તવમાં તેમણે કહ્યુ છે કે ખેડ઼ૂત આંદોલનમાં મોદી વિરોધી તત્વો જોડાયા છે માટે અત્યાર સુધી જે વાતચીત થઈ છે તેમાં કોઈ સમાધાન નીકળી શક્યુ નથી.
ડાબેરી વિચારધારાએ આંદોલનને કર્યુ પ્રભાવિત - કૃષિ મંત્રી
નરેન્દ્ર સિંહ તોમરે એક કાર્યક્રમમાં બોલતા કહ્યુ કે ખેડૂતોનો સરકાર સાથે ગતિરોધ એટલા માટે ચાલુ છે કારણકે તેમના પ્રદર્શનમાં ખેડૂતો નહિ પરંતુ મોદી-વિરોધી તાકાતો જોડાઈ ચૂકી છે. તેમણે કહ્યુ કે કૃષિ કાયદા વિશે સતત અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. નરેન્દ્ર સિંહ તોમરે આગળ કહ્યુ કે સરકારે ખેડૂતો સાથે સફળતાપૂર્વક વાતચીત કરી પરંતુ ખેડૂત યુનિયન કોઈ સંમતિ સુધી પહોંચી શક્યુ નથી. તેમણે કહ્યુ કે ડાબેરી વિચારધારાએ આ પ્રદર્શનને પ્રભાવિત કર્યુ છે. કૃષિ મંત્રીનુ કહેવુ છે કે ખેડૂતોને કૃષિ કાયદાના મુદ્દે કારણ વિના ડરાવવામાં આવી રહ્યા છે અને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકાર પૂરી કોશિશ કરી રહી છે કે જલ્દી તેને દૂર કરવામાં આવે.
અસલી ખેડૂતો સાથે હશે પછી થશે વાતચીત
નરેન્દ્ર સિંહ તોમરે આગળ કહ્યુ કે ખેડૂતોના આંદોલનની આડમાં ડાબેલી વિચારધારાના સમર્થક દેશદ્રોહીઓને આઝાદી અપાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે નિંદનીય છે. તોમરનો આરોપ છે કે આવા લોકો ખેડૂત નથી પરંતુ મોદી વિરોધી છે જેમને દરેક મુદ્દે વિરોધ કરવાનો હોય છે. તોમરે કહ્યુ કે અસલી ખેડૂતો સાથે જલ્દી ફરીથી વાતચીત શરૂ કરવામાં આવશે. સરકાર તેમની સાથે વાત કરવા માટે તૈયાર છે, જલ્દી આ વિષયનુ સમાધાન મળી જશે.
રેલવેએ PMની કલ્યાણકારી યોજનાઓના ઈમેલ મોકલ્યા? મળ્યો આ જવાબ