હૉટ કપલ વિરાટ-અનુષ્કાએ બનાવ્યો રેકૉર્ડ, ગ્લોબલ ઈન્સ્ટાગ્રામ ઈંફ્લુએન્ઝરની ટૉપ લિસ્ટમાં શામેલ
નવી દિલ્લીઃ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ જ ઓછા સમયમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નામે મોટા રેકોર્ડ કરી લીધા છે. 2008માં ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ પોતાની પહેલી મેચ રમી હતી ત્યારબાદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીને 12 વર્ષ થઈ ગયા છે અને આ દરમિયાન તેણે પોતાના નામે ઘણા કીર્તિમાન સ્થાપિત કરી લીધા છે. બેટ્સમેન તરીકે વિરાટ કોહલીના નામે એવા રેકૉર્ડ છે જેના સુધી પહોંચવુ બીજા બેટ્સમેન માટે સરળ નહિ હોય.

ટૉપ 25માં વિરાટ અને પીએમ મોદી
વિરાટ કોહલીની લોકપ્રિયતાને જોતા 2017માં તેમને સૌથી વધુ પ્રભાવિત કરનાર આધુનિક દોરના ક્રિકેટર તરીકે સામે આવ્યા. પોતાની જબરદસ્ત લોકપ્રિયતાના કારણે કોહલી ભારતીય ક્રિકેટના પોસ્ટર બૉય બની ગયા. હાલમાં જ વિરાટ કોહલીએ પોતાના નામે એક મોટો માઈલ સ્ટોન જોડી લીધો છે. ગ્લોબલ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લએન્ઝરની લિસ્ટમાં વિરાટ કોહલી ટૉપ 25 હસ્તીઓમાં શામેલ થઈ ગયા છે. હાઈપ ઑડિટર દ્વારા એકઠા કરવામાં આવેલ ગ્લોબલ આંકડા મુજબ ટૉપ 1000 ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં વિરાટ કોહલીનુ નામ ટૉપ 25 લોકોમાં શામેલ છે.

રોનાલ્ડો પહેલા નંબરે
આ લિસ્ટમાં ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા નંબરે છે. તેની દરેક પોસ્ટ પર લગભગ 45 લાખ લોકો પોતાની પ્રતિક્રિયા આપે છે. જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ તો તે આ લિસ્ટમાં 11માં નંબરે છે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ છે. પીએમ મોદી આ લિસ્ટમાં 17માં સ્થાને છે. વળી, વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ આ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે અને તે 24માં સ્થાને છે. તેની દરેક પોસ્ટ પર લગભગ 2.6 મિલિયન એટલે કે 26 લાખ લોકો પોતાની પ્રતિક્રિયા આપે છે.

કેટરીના-દીપિકા પણ ટૉપ 50માં
વિરાટ કોહલી, અનુષ્કા ઉપરાંત બૉલિવુડની અભિનેત્રી કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણ પણ આ લિસ્ટમાં ટૉપ 50માં પોતાની જગ્યા બનાવી શકી છે. કેટરીના કૈફ 43માં સ્થાને જ્યારે દીપિકા પાદુકોણ 49માં સ્થાને છે. વીરુષ્કાની વાત કરીએ તો બંને જલ્દી માતાપિતા બનવાના છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં અનુષ્કા એક બાળકને જન્મ આપશે. આના માટે વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયા સીરિઝની વચ્ચે જ પેટર્નિટી લીવ પર સ્વદેશ પાછા આવશે.
શું ફોટામાં પીળા કપડાવાળો બાળક કોરોના વેક્સીનનો શોધક છે?