Parliament Attack: 2001માં થયેલા સંસદ હુમલાને પીએમ મોદીએ યાદ કર્યો
13 ડિસેમ્બર 2001ના રોજ આજના જ દિવસે પાકિસ્તાની પ્રાયોજિત આતંકવાદીઓએ ભારતની સંસદ પર હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓએ સંસદ પરિસરમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. આ દિવસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, 'આપણે 2001માં આજના દિવસે આપણી સંસદ પર થયેલ કાયરતાપૂર્ણ હુમલાને ક્યારેય ના ભૂલી શકીએ. અમે એવા લોકોની વીરતા અને બલિદાનને યાદ કરીએ છીએ જેમણે આપણી સંસદની રક્ષા કરતાં પોતાનો જીવ ગુમાવી દીધો. ભારત હંમેશા તેમનો આભારી રહેશે.'
કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ આ દિવસને યાદ કરતા કહ્યું કે, '2001માં લોકતંત્રના મંદિર સંસદ ભવન પર થયેલ કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં દુશ્મન સામે સામી છાતી લડતાં પોતાનું સર્વૌચ્છ ન્યૌચ્છાવર કરતી મા ભારતીના વીર સપૂતોને કોટી કોટી નમન કરું છું. કૃતજ્ઞ રાષ્ટ્ર તમારા અમર બલિદાનનું હંમેશા ઋણી રહેશે.'
2001માં સંસદ પર હુમલો થયો હતો
13 ડિસેમ્બર 2001ના રોજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. 13 ડિસેમ્બર 2001ના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પરિસરમાં ઘૂસણખોરી કરી અને સંસદ ભવનમાં ઘૂસવાની કોશિશ કરી હતી. તેઓ એક કારમાં સંસદ પરિસરમાં આવ્યા હતા, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ફેક પાસ હતો. સંસદના બંને સદનને 40 મિનિટ પહેલા સ્થગિત કરી દેવામાં આવ્યાં હતાં. પરંતુ તે સમયે કેટલાય સાંસદો, મંત્રી, અધિકારી અને અન્ય કર્મચારી સંસદ પરિસરની અંદર હતા.
અમેરિકાઃ ખેડૂત પ્રદર્શનમાં ખાલિસ્તાની સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી
આતંકવાદી સંસદમાં પ્રવેશ કરવા માટે ગેટ નંબર 12 તરફ આગળ વધ્ા, પરંતુ તેમને સંસદ સુરક્ષાકર્મિઓએ રોકી દીધા. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો અને 30 મિનિટથી વધુ સમય સુધી આતંકવાદીઓ અને સુરક્ષાકર્મિઓ વચ્ચે ગોળીબાર થયો. આતંકવાદી સંસદમાં પ્રવેશ ના કરી શક્યા અને તમામ પાંચ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. ઘટનામાં આઠ સુરક્ષા કર્મચારી અને એક માળીનો જીવ ગયો.
તપાસ બાદ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના હોવાનું માલુમ પડ્યું હતું. તેમના ભારતયી સહયોગી અફઝલ ગુરુ, શૌકલ હુસૈન, એસએઆર ગિલાની અને નવજોત સંધૂની ધરપકડ કરવામાં આવી.