અમેરિકાઃ ખેડૂત પ્રદર્શનમાં ખાલિસ્તાની સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી
વૉશિંગ્ટન ડીસીમાં આવેલ ભારતીય દૂતાવાસ સામે મહાત્મા ગાંધી મેમોરિયલ પ્લાઝામાં મહાત્મા ગાંધીની મૂર્તિે 13 ડિસેમ્બર 2020ના રોજ ખાલિસ્તાનીઓએ તોડી નાખી. ખાલિસ્તાનીઓએ ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમ્યાન આ ઘટનાને અંજામ આપ્યો. ભારતના ખેડૂત આંદોલનના સમર્થનમાં અમેરિકામાં પણ કેટલાક દિવસોથી પ્રદર્શન થઈ રહ્યું છે. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો પણ ન્યૂઝ એજન્સીએ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહાત્મા ગાંધીની પ્રતિમાને પ્રદર્શનકારીઓએ કોઈ કપડાંથી ઢાંકી દીધી છે. પ્રદર્શન દરમ્યાન ખાલિસ્તાનના ઝંડા પણ લહેરાવવામાં આવ્યા હતા.
આ પહેલીવાર છે જ્યારે ખેડૂત આંદોલનના વિદેશી પ્રદર્શનમાં ખાલિસ્તાનના ઝંડા લહેરાવવામાં આવ્યા હોય. અગાઉ લંડનમાં પણ ભારતીય ઉચ્ચાયોગ બહાર પ્રદર્શન દરમ્યાન ખાલિસ્તાનના ઝંડા લહેરાવવામાં આવ્યા હતા.
યુએસમાં ભારતીય દૂતાવાસે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દૂતાવાસ શાંતિ અને ન્યાયના સાર્વભૌમિક રૂપે સન્માનિત આઈકન વિરુદ્ધ પ્રદર્શનકારીઓની જે ગુંડાગર્દી છે, અમે એ કૃત્યની આકરી નિંદા કરીએ છીએ.
FICCI: ભારતે જે રીતે સ્થિતિને સંભાળી તેનાથી આખી દુનિયા ચકિત છેઃ પીએમ મોદી
જ્યારે વૉશિંગ્ટન ડીસીમાં કૃષિ વિરોધી કાનૂનમાં આયોજકોમાંથી એક ખેડૂતે મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે થયેલ બર્બરતા પર કહ્યું કે આ કૃત્યમાં ખેડૂતો સાથે ઉભેલા પ્રદર્શનકારીઓનો કોઈ હાથ નથી.