Coronavirus: અમેરિકામાં ઈમરજન્સી ઉપયોગ માટે pfizer વેક્સીનને મળી મંજૂરી
વૉશિંગ્ટનઃ અમેરિકી ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસન(એફડીએ) શુક્રવારે ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 વેક્સીનની ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. એજન્સીના મુખ્ય વૈજ્ઞાનિકે ફાઈઝરના કાર્યકારીને એક પત્રમાં લખ્યુ છે, 'હું કોવિડ-19ની રોકથામ માટે ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપુ છુ.' જણાવવામાં આવી રહ્યુ છે કે વેક્સીનના એડવાઈઝરી જૂથે 17-4 વોટથી નિર્ણય લીધો છે કે આના શૉટ 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે સુરક્ષિત છે.
પોતાની વેક્સીન વિશે ફાઈઝરનો દાવો છે કે તે 95 ટકાથી વધુ પ્રભાવી છે. કંપનીી વેક્સીન રિસર્ચ ટીમના પ્રમુખ કેથરીન જૉનસને ઐતિહાસિક સાયન્સ કોર્ટ સ્ટાઈલની બેઠકમાં અમેરિકી રેગ્યુલેટર્સને કહ્યુ કે તેમને 40 હજારથી વધુ લોકોમાં અનુકૂળ સુરક્ષા જોવા મળી છે. આ બેઠકમાં વેક્સીન વિશે ઘણા પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા હતા જેમાંથી મોટાભાગના કિશોરાવસ્થામાં વેક્સીનની પ્રભાવિકતા સાથે સંંબંધિત હતા. હવે 17 ડિસેમ્બરે એક અન્ય બેઠક મૉડર્ના અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ હેલ્થનની વેક્સીન માટે પણ આયોજિત થઈ રહી છે. મૉડર્નાએ અમેરિકાને પોતાની કોવિડ-19 વેક્સીનનો વધુ 100 મિલિયન ડોઝ ખરીદવા માટે પણ કહ્યુ છે.
કંપનીનુ કહેવુ છે કે તેની વેક્સીન કોરોના વાયરસ સામે ખૂબ અસરદાર છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે મૉડર્નાની વેક્સીનને પણ મંજૂરી મળી જશે. વેક્સીનને પ્રાથમિકતા અનુસાર સૌથી પહેલા આરોગ્યકર્મીઓ, સેના અને પોલિસકર્મીઓને આપવામાં આવશે. કંપનીના સીઈઓ સ્ટીફન બેંસેલ કહે છે કે જો આ પ્રક્રિયા સારી રીતે ચાલે અને મંજૂરી મળી જાય તો વેક્સીન 21 ડિસેમ્બર સુધી બજારમાં આવી શકે છે. કંપનીએ એ પણ કહ્યુ છે કે તેણે ટ્રાયલ સમયે બધા પ્રકારના માનદંડોનુ પાલન કર્યુ છે.
Flashback 2020: નાની ઉંમરમાં આ સ્ટાર્સ પર તૂટ્યો દુઃખનો પહાડ