આંદોલનમાં 'એન્ટી નેશનલ' લોકોના શામેલ થવા અંગે શું બોલ્યા રાકેશ ટિકૈત
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે હરિયાણા, પંજાબ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂત દિલ્લીની સીમાઓ પર સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલન હેઠળ ખેડૂત સંગઠનોએ આજે ટોલ ટેસ્ક ફ્રી કરવા અને હાઈવે બ્લૉક કરવાનુ પણ એલાન કર્યુ છે. ખેડૂતોની માંગ છે કે નવા કૃષિ કાયદા મોટા પૂંજીપતિઓને લાભ પહોંચાડનારા છે માટે તેને પાછા લેવા જોઈએ. વળી, સરકાર કૃષિ કાયદાને પાછા લેવાના બદલે તેમની અંદર સુધારા કરવા માટે તૈયાર છે.
આ દરમિયાન શુક્રવારે ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતે એ સમાચારો પર પ્રતિક્રિયા આપી જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે આંદોલનમાં અમુક 'એન્ટી નેશનલ' લોકો શામેલ થઈ રહ્યા છે. રાકેશ ટિકૈતે આ મામલે મીડિયા સાથે વાત કરીને કહ્યુ, 'જો આવુ હોય તો સેન્ટ્રલ ઈન્ટેલીજન્સે તેમને પકડવા જોઈએ. જો કોઈ પ્રતિબંધિત સંગઠનના લોકો અમારી વચ્ચે ફરતા હોય તો તેમને પકડીને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ. અમને તો અહીં આવો કોઈ માણસ મળ્યો નથી પરંતુ જો કોઈ મળશે તો અમે તેને અમારા આંદોલનમાંથી દૂર કરી દઈશુ.'
જૂનાગઢઃ ભારતીય લશ્કરમાં સૈનિક યુવક-યુવતી લગ્નગ્રંથિથી જોડાયા