દિલ્હી સહિત આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગલા 24 કલાકમાં પશ્ચિમી વિક્ષોભના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાની આશંકા છે, જે બાદ ઠંડીમાં વધારો થશે. શુક્રવારે દિલ્હી અને આખા ઉત્તર ભારતમાં ગાઢ ઝાકળ છવાયેલ છે અને ઠંડી વધી છે. હવામાન વિભાગનું કહેવું છે કે હવામાન વિભાગના આવા હાલ આગામી દિવોસમાં પણ રહેશે.

રાજધાનીમાં વરસાદની આગાહી
દિલ્હીમાં સવારે ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, સાથે જ આજે અહીં વરસાદ થવાની આશંકા પણ છે. ઉલ્લેખનીય છે કે પહાડો પર હિમવર્ષા ચાલી રહી છે, પાછલા ચોવિસ કલાકમાં હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ જેને કારણે ઠંડી વધી છે. જમ્મૂ- હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના કેટલાક ભાગોમાં આજે વરસાદ સાથે કરા પડવાની આશંકા છે. હવામાન વિભાગે પહેલેથી જ અહીં અલર્ટ જાહેર કર્યું.

વરસાદ અને તેજ હવા ચાલવાની આશંકા
હવામાન વિભાગે કહ્યું કે મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આગામી 5 દિવસ ગાઢ ઝાકળ જોવા મળશે જ્યારે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પોંડીચેરી અને કર્ણાટકમાં વરસાદ અને તેજ હવા ચાલવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મુંબઈમાં હળવો વરસાદ થયો
ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ અને પિથૌરાગઢમાં કેટલાય સ્થળે વરસાદની આશંકા છે, જે બાદ ઠંડીમાં વધારો થશે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. રાજસ્થાનના કેટલાય જિલ્લામાં પારો 5 ડિગ્રી અને તેનાથી પણ નીચે પહોંચી ચૂક્યો છે જ્યારે શીતલહેરોએ પણ લોકોને પરેશાન કરવા શરૂ કરી દીધા છે. જ્યારે મુંબઈમાં આજે હળવો વરસાદ થયો છે.

ગાજવીજ સાથે કરા પડી શકે
જ્યારે દક્ષિણ ભારતમાં હવામાન વિભાગે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. અંદામાન અને નિકોબાર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, રાયલસીમા, તેલંગાણા અને દક્ષિણી આંતરિક કર્ણાટકમાં વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે આજે બિહાર- ઝારખંડ, યુપીના મોટાભાગના શહેરોમાં તાપમાન નીચે આવવાની સંભાવના છે. આ દરમ્યાન કોલ્ડ ડે અને કોલ્ડ વેવની સ્થિતિ પણ બની શકે છે, ઝાકળ પણ પોતાનો કહેર વરસાવશે. જ્યારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં 11 અને 12 ડિસેમ્બરે વિજળીના કડાકા ભડાકા સાથે કરા પડી શકે છે.