ખેડૂત આંદોલનમાં કોરોના ઘૂસ્યો, સિંધુ બૉર્ડર પર 2 IPS અધિકારી થયા સંક્રમિત
નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીની સિંધુ બૉર્ડર પર છેલ્લા 15 દિવસથી પ્રદર્શન કરી રહેલ ખેડૂતો પર હવે કોરોનાનુ જોખમ મંડરવા લાગ્યુ છે. વાસ્તવમાં સિંધુ બૉર્ડર પર ખેડૂતો સાથે પોલિસ ફોર્સનુ નેતૃત્વ કરી રહેલ 2 IPS અધિકારી કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. દિલ્લી પોલિસ તરફથી આ માહિતી આપવામાં આવી છે. હજુ સુધી સંક્રમિત મળેલા અધિકારીઓની ઓળખ થઈ શકી નથી. દિલ્લી પોલિસે જણાવ્યુ છે કે એક ડીસીપી અને એક એડિશનલ એસીપીની પણ કોરોના તપાસ કરવામાં આવી છે.
કોરોનાના કારણે સરકારે નહોતી આપી ખેડૂતોને અનુમતિ
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસનો હવાલો આપીને કેન્દ્ર સરકારે ખેડૂતોને દિલ્લીમાં ઘૂસવાની મંજૂરી નહોતી આપી. પંજાબ અને હરિયાણાથી આવેલા ખેડૂત 25 નવેમ્બરે દિલ્લીમાં પ્રવેશ કરવાની કોશિશમાં હતા અને જંતર-મંતર પર પ્રદર્શન કરવા ઈચ્છતા હતા પરંતુ સરકારે કોરોના મહામારીને જોતા ખેડૂતોને મંજૂરી આપી નહોતી. ત્યારબાદથી જ ખેડૂત સિંધુ બૉર્ડર પર બેઠેલા છે. હજારોની સંખ્યામાં ખેડૂતો સિંધુ બૉર્ડર પર છે. એવામાં કોરોનાનુ જોખમ ખેડૂતો સુધી પણ પહોંચવાની પૂરી સંભાવના છે.
ખેડૂતોએ દેશવ્યાપી આંદોલનની આપી છે ચેતવણી
ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને પહેલેથી જ ફગાવી દીધો છે અને એ સ્પષ્ટ કહી દીધુ છે કે જ્યાં સુધી કૃષિ કાયદાને પાછા લેવામાં નહિ આવે ત્યાં સુધી તેમનુ આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોએ સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગ પૂરી કરવામાં નહિ આવે તો આ આંદોલન દેશવ્યાપી બની જશે. અત્યારે ખેડૂતો સિંધુ બૉર્ડર સહિત દિલ્લીની ત્રણ બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ટીકરી અને ગાજીપુર બૉર્ડર પર પણ ખેડૂતોનુ આંદોલન ચાલુ છે.
દેશભરમાં આજે ડૉક્ટરોની હડતાળ, જાણો કઈ સેવાઓ રહેશે બંધ