દેશભરમાં આજે ડૉક્ટરોની હડતાળ, જાણો કઈ સેવાઓ રહેશે બંધ
નવી દિલ્લીઃ Doctors Strike: દેશભરમાં મહામારીના કારણે હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. ડૉક્ટર ભગવાન બનીને લોકોની જિંદગી બચાવી રહ્યા છે. હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી છે પરંતુ 11 ડિસેમ્બર શુક્રવારે દેશભરના ડૉક્ટરોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)એ દેશભરમાં ડૉક્ટરોએ સ્ટ્રાઈકનુ એલાન કર્યુ છે. આ હડતાળ આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. વળી, આઈએમએ કહ્યુ છે કે જો સરકારે તેમની માંગ ન માની તો તેમનુ પ્રદર્શન ઉગ્ર બનશે.
શું છે હડતાળનુ કારણ
વાસ્તવનાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સરકારના એક નિર્ણયના વિરોધમાં આ એક દિવસની હડતાળનુ આહ્વાન કર્યુ છે. કેન્દ્ર સરકારે આયુર્વેદના પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરોને સર્જરી કરવાની મંજૂરી આપી દીધી છે જેનો વિરોધ આઈએમએ કરી રહ્યા છે. આ વિરોધ માટે આજે ડૉક્ટરોએ બંઁધ બોલાવ્યુ છે. આજની આ દેશવ્યાપી હડતાળ દરમિયાન બધી બિન જરૂરી(Non Emergency) અને બિન-કોવિડ (Non Covid-19)સેવાઓ બંધ રહેશે.
કઈ સેવાઓ આજે રહેશે બંધ
ડૉક્ટરોના આજના બંધ દરમિયાન આઈસીયુ અને સીસીયુ જેવી ઈમરજન્સી સેવા ઉપરાંત કોવિડ સેવાઓને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વળી, બિન જરૂરી સેવાઓ આજે બંધ રહેે. ઓપીડી સેવા સરકારી હોસ્પિટલોમાં ચાલુ રહેશે. વળી, ખાનગી હોસ્પિટલોમાં પણ ઓપીડી આજે બંધ રહેશે. બધી સરકારી હોસ્પિટલ ખુલ્લી રહેશે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં આજે માત્ર કોવિડ અને ઈમરજન્સી સેવાઓ જ ઉપલબ્ધ રહેશે.
જેપી નડ્ડાએ ખુદ પર થયેલ હુમલા માટે TMCને જવાબદાર ગણાવી