ખેડૂત આંદોલનઃ કૃષિ મંત્રીએ ફરીથી કરી પહેલ, પ્રસ્તાવ પર વાતચીત કરવા માટે તૈયાર
નવી દિલ્લીઃ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 16મો દિવસ છે. સરકાર સાથે વાત ન થતા ખેડૂતોએ આંદોલન ઉગ્ર બનાવી દીધુ છે. સરકાર તરફથી આવેલા પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવી દીધો છે. પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ આજે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે અમને હજુ સુધી તેમની સાથે વાતચીતનો પ્રસ્તાવ નથી મળ્યો. તેમનો પ્રસ્તાવ આવતા જ અમે વાતચીત માટે તૈયાર છે.
શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે અમારો પ્રસ્તાવ તેમની પાસે છે. તેમણે આના પર ચર્ચા કરી પરંતુ અમને હજુ સુધી તેનો જવાબ મળ્યો નથી. મીડિયાથી જાણવા મળ્યુ કે પ્રસ્તાવ ફગાવી દીધો છે. કાલે તેમણે કહ્યુ હતુ કે જો તે ઈચ્છે તો અમે જરૂર પ્રસ્તાવ પર વાત કરી શકીએ છે. અમને હજુ સુધી તેમની સાથે વાતચીતનો પ્રસ્તાવ મળ્યો નથી. તે્મને પ્રસ્તાવ આવતા જ અમે વાતચીત માટે તૈયાર છે.
કૃષિ મંત્રીએ આગળ કહ્યુ કે મને લાગે છે કે ઉકેલ આવશે. હું ખેડૂત યુનિયનોને આગ્રહ કરુ છે કે તે ગતિરોધ ખતમ કરે. સરકારે તેમને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જો કોઈ જોગવાઈ પર વાંધો હતો તો તેના પર ચર્ચા થઈ. અમારા પ્રસ્તાવમાં તેમના વાંધાનો ઉકેલ લાવવાની કોશિશ કરી છે. તેમણે આંદોલન છોડીને વાતચીતનો રસ્તો અપનાવવો જોઈએ. સરકાર વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે સરકારે ઘણો વિચાર કર્યા બાદ કાયદો બનાવ્યો છે જેથી ખેડૂતોના જીવનમાં બદલાવ આવી શકે. વર્ષોથી જે તેમને અન્યાય થઈ રહ્યો છે. તેને દૂર કરી શકાય. આવુ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યુ કે ખેડૂકોની જિંદગી સારી થાય અને તે ફાયદાવાળી ખેતી કરી શકે. અમે માનીએ છીએ કે અમે ઓવરરુલ કરનારી તાકાતનથી અને યુનિયનોના મનમાં પણ કંઈ હશે. માટે સરકાર વાતચીત બાદ કાયદામાં સુધારા માટે તૈયાર છે.
તેમણે કહ્યુ કે આંદોલનથી સામાન્ય લોકોને પણ મુશ્કેલી થાય છે. દિલ્લીના લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. માટે ખેડૂતોએ સામાન્ય લોકોના હિતમાં આંદોલન સમાપ્ત કરવુ જોઈએ અને વાતચીતની મદદથી મુદ્દાઓને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. વળી, બીજી તરફ સરકાર સાથે વાતચીત ન થતી જોઈ ખેડૂતોએ આંદોલન ઉગ્ર કરી દીધુ છે. તે હવે દેશભરમાં ટ્રેનો રોકવાનુ એલાન કરી ચૂક્યા છે. આ તરફ પંજાબના અલગ અલગ વિસ્તારોમાં 30 હજારથી વધુ બીજા ખેડૂતો દિલ્લી આવી રહ્યા છે. ખેડૂત નેતા બુટા સિંહે કહ્યુ કે કાયદો રદ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી થયો માટે જલ્દી ટ્રેનો રોકવાની તારીખનુ એલાન કરશે.
ગુજરાત હાઈકોર્ટ પરિસર કોરોનાના પ્રકોપના કારણે ફરીથી થયુ બંધ