ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીતજ્ઞ પંડિત રવિશંકરની પુણ્યતિથિ
ભારતની શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ એવા પંડિત રવિશંકર મહારાજની આજે પુણ્યતિથિ છે. તેઓ માત્ર ભારત દેશના જ નહિ પરંતુ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વર્ષ 2012માં 92 વર્ષની વયે યુએસના સન વિયાગોની એક હોસ્પિટલમાં તેમનુ અવસાન થયુ હતુ. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વના દરેક ખૂણે પહોંચાડવા અને તેને એક અલગ ઓળખ આપવા માટે કામ કર્યુ હતુ. તેમના ચાહકોમાં સંગીત, નૃત્ય અને કલા પ્રેમીઓ શામેલ છે જેની સંખ્યા સેંકડોમાં છે.

પડિત રવિશંકરનો જન્મ 7 એપ્રિલ, 1920ના રોજ વારાણસી ઉત્તર પ્રદેશમાં થયો હતો. બ્રિટનના જ્યોર્જ હેરિસને તેમને વિશ્વ સંગીતના ગૉડ ફાધર ગણાવ્યા હતા. તેમણે 1938માં સંગીતકાર અલાઉદ્દીન ખાન સાથે સિતાર વગાડતા શીખવા માટે નૃત્ય કરવાનુ છોડી દીધુ હતુ. 1944માં પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી પંડિત રવિશંકરે સંગીતકાર તરીકે સત્યજીત રેની ફિલ્મો માટે સંગીત આપ્યુ હતુ. તેમણે 1938માં જ્યોર્જ ફેન્ટન સાથે શ્રેષ્ઠ માટે ઑસ્કરથી નવાજવામાં આવ્યા હતા.
તેમણે 1949થી 1956 દરમિયાન નવી દિલ્લીમાં ઑલ ઈન્ડિયા રેડિયોના મ્યૂઝિક ડિરેક્ટર તરીકે પણ કામ કર્યુ હતુ. ત્યારબાદ 1960ના દાયકામાં વાયોલિનવાદક યેદીહુ મેન્યુહીન અને જ્યૉર્જ હેરિસન સાથે ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવવામાં અને તેને રજૂ કરીને પશ્ચિમમાં લોકપ્રિય પણ બનાવ્યુ હતુ. વર્ષ 1999માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા.