2020માં સ્પેમ કોલ્સે પણ લોકોને સૌથી વધુ પરેશાન કર્યા, રિપોર્ટમાં ખુલાસો થયો
નવ દિલ્હીઃ સ્પેમ કૉલ્સથી દુનિયાનો હરેક વ્યક્તિ પરેશાન છે. આવી રીતે અજાણ્યા કોલ્સથી લોકોની ઓળખ કરી શકવી પણ મુશ્કેલ થઈ જાય છે. હવે ટ્રૂકોલરે પોતાની એક ઈનસાઈટ રિપોર્ટ શેર કરી છે. જેમાં તેમણે સ્પેમ કોલ સંબંધિત જાણકારી શેર કરી છે. Truecallerએ સૌથી વધુ સ્પેમ કોલ કયા સમયે આવે તે જણાવ્યું છે. સાથે જ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કયો દેશ આવા પ્રકારના કોલથી સૌથી વધુ પરેશાન છે. લિસ્ટમાં કુલ 20 દેશનાં નામ સામેલ છે.

3130 કરોડ સ્પેમ કોલ્સની ઓળખ કરવામાં આવી
Truecallerએ જણાવ્યું કે તેમણે આ વર્ષે 3130 કરોડ સ્પેમ કોલ્સની ઓળખ કરી તેને બ્લૉક કર્યા છે. જ્યારે 1280 કરોડ સ્પેમ મેસેજ બ્લૉક કરવામાં આવ્યા છે. ટ્રૂકોલરે 150 કરોડ અજ્ઞાત નંબરોની ઓળખાણ કરવામાં લોકોની મદદ કરી છે. આની સાથે જ આ વર્ષ મહિલા દિવસના અવસરે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં #ItsNotOk અભિયાન શરૂ કર્યું. જેથી ઉત્પીડન કરતા એસએમએસ અને કોલ પાછળનું રિસર્ચ અને સ્ટોરીઓ શેર કરી શકાય. માલૂમ પડ્યું છે કે બ્રાઝીલમાં કે જ્યાં દર 10માંથી 9 મહિલાને ઉત્પીડન અને પરેશાન કરતા કોલ્સ અને મેસેજ આવે છે. જ્યારે ભારતમાં 10માંથી 8 મહિલાઓને આવા પ્રકારના કોલથી પરેશાની ભોગવવી પડે છે.

કયા સમયે આવે છે સૌથી વધુ કોલ
આવા પ્રકારના સૌથી વધુ કોલ સવારે 8 અને 11 વાગ્યેથી બપોરે 1 વાગ્યા સુધી આવે છે. જ્યારે ટ્રૂકોલરે સ્પેમ કોલથી સૌથી વધુ પરેશાન થતા દેશની યાદી પણ શેર કરી છે. આ 20 દેશમાં ભારત 9મા સ્થાને છે. આ દેશોમાં પહેલા સ્થાને બ્રાઝીલ છે. આ વર્ષ સ્પેમ કોલ્સમાં અહીં 9 ટકાનો વધારો થયો છે. 2017 બાદથી આ આંકડો 141 ટકા સુધી વધી ગયો છે. બીજા સ્થાને અમેરિકા છે. અહીં ગત 12 મહિનામાં સ્પેમ કોલમાં 56 ટકાનો વધારો થયો છે. હંગરી ત્રીજા સ્થાને છે, જ્યાં એવરેજ દર મહિને 28.3 સ્પેમ કોલ આવે છે. ચોથા સ્થાને પોલેન્ડ છે જ્યાં હર મહિને એવરેજ 20.4 સ્પેમ કોલ આવે છે. આવા પ્રકારના કોલ્સમાં અહીં 168 ટકાનો વધારો થયો છે.

ભારતમાં સ્પેમ કોલ્સની સ્થિતિ
પાંચમા સ્થાને સ્પેન છે, છઠ્ઠા સ્થાને ઈન્ડોનેશિયા, સાતમા સ્થાને બ્રિટેન અને 8મા સ્થાને યૂક્રેન છે. લિસ્ટમાં ભારતનું સ્થાન 9મું છે. ભારતમાં સ્પેમ કોલ્સમાં 34 ટકાની કમી આવી છે પરંતુ છતાં પણ તેઓ ટૉપ 10 દેશની યાદીમાં સામેલ છે. જ્યારે ત્રણ વર્ષ પહેલા સુધી ભારત સ્પેમ કોલ્સથી સૌથી વધુ પ્રભાવિત દેશ હતો. આંકડાથી માલૂમ પડે છે કે ભારતમાં આવતા મોટાભાગના સ્પેમ કોલ ઘરેલૂ નંબર પરથી આવે છે. આવા પ્રકારના કૉલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પરેશાન કરવાનો હોય છે. પછી તે ફોન દ્વારા હોય કે પછી એસએમએસ દ્વારા.

સંવેદનશીલ જાણકારી લેવાનો ઉદ્દેશ્ય હોય
તે લોકોથી સંવેદનશીલ જાણકારી લેવાની કોશિશ કરે છે અથવા તો સીક્રેટ ઓટીપી માલૂમ કરવાની ટ્રાય કરે છે, જેનાથી તેમનો પ્રમુખ ઉદ્દેશ્ય ડિજિટલ વૉલેટ્સ અને બેંક અકાઉન્ટથી પૈસા કાઢવાનો હોય ચે. એક વાત એ પણ સામે આવી છે કે ભારતમાં લૉકડાઉન પહેલાં ત્રણ મહિનામાં ઈમરજન્સી સર્વિસ માટે કરાતી કોલ્સમાં 148 ટકાનો વધારો થયો છે.

20મા સ્થાને છે કોલંબિયા
હવે લિસ્ટમાં સામેલ અન્ય દેશોની વાત કરીએ. 10મા સ્થાને ચિલી, 11મા સ્થાને મેક્સિકો, 12મા સ્થાને વિયેતનામ, 13મા સ્થાને રશિયા, 14મા સ્થાને પેરૂ, 15મા સ્થાને જર્મની, 16મા સ્થાને રોમાનિયા, 17મા સ્થાને દક્ષિણ આફ્રિકા, 18મા સ્થાને ગ્રીસ, 19મા સ્થાને બેલ્ઝિયમ અને 20મા સ્થાને કોલંબિયા છે.
ASEAN: રાજનાથ સિંહે કહ્યુ - બાયો ટેરરિઝમ અને મહામારી સામે લડાઈ ચાલુ રાખવી પડશે