પતિને બંધક બનાવીને 5 બાળકોની મા સાથે 17 લોકોએ કર્યો ગેંગરેપ
રાંચીઃ ઝારખંડમાં દુમકા જિલ્લામાં એક મહિલા સાથે ગેંગરેપની શરમજનક ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મુફસ્સિલ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પતિ સાથે મેળો જોઈને ઘરે પાછી આવી રહેલી 35 વર્ષીય અને પાંચ બાળકોની મા સાથે મંગળવારે મોડી રાતે 17 લોકોએ સામૂહિક દુષ્કર્ણ કર્યુ છે. આ હ્રદય કંપાવી દેતી ઘટનાની માહિતી આપતા સંતાલ પરગણા ક્ષેત્રના ડેપ્યુટી પોલિસ કમિશ્નર સુદર્શન પ્રસાદ મંડલે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે પોલિસ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પીડિત મહિલાના નિવેદનના આધારે આરોપીઓની ધરપકડના નિર્દેશ આપવામાં આવ્યા છે.

પત્નીને ઉઠાવીને ઝાડીઓ બાજુ લઈ ગયા અને દુષ્કર્મ કર્યુ
સુદર્શન પ્રસાદ મંડલે કહ્યુ કે પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, પીડિતા 17 આરોપીઓમાંથી એકને ઓળખે છે. પીડિતાના પતિએ પોલિસને જે નિવદન આપ્યુ છે તેમાં કહેવામાં આવ્યુ છે કે મંગળવારે સાંજે તે પોતાની પત્ની સાથે મેળામાં સામાન ખરીદવા ગયો હતો. ઘરે આવતી વખતે રાતે 8 વાગ્યા હતા ત્યારે રસ્તામાં નશામાં ધૂત લગભગ 17 યુવકોમાંથી પાંચ યુવકોએ તેને પકડ્યો અને બાકી યુવકો પત્નીને ઉઠાવીને ઝાડીઓ બાજુ લઈ ગયા અને તેની સાથે દુષ્કર્મ કર્યુ. યુવકોએ પીડિતાના પતિ સાથે મારપીટ પણ કરી. બુધવારની સવારે પીડિતાએ પતિ સાથે પોલિસ સ્ટેશન જઈને ઘટનાની માહિતી પોલિસને આપી.

ઝારખંડમાં ગેંગરેપની ઘટનામાં વધારો
ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં યુવતીઓ સાથે ગુનાના કેસ વધતા જઈ રહ્યા છે. રોજ રાજ્યના કોઈને કોઈ જિલ્લામાં ગેંગરેપની ઘટના સામે આવી રહી છે. 1 ડિસેમ્બરે પણ ઝારખંડના ખૂંટી જિલ્લાના કર્રા પોલિસ સ્ટેશન વિસ્તારમાં પણ એક હ્રદય કંપાવી દેતી ઘટના સામે આવી હતી. અહીં સગીર આદિવાસી છાત્રાનુ અપહરણ કરીને પાંચ યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. રેપ બાદ યુવકો પીડિતાને અધમરી કરીને છોડી દીધી અને ભાગી ગયા હતા. પોલિસે છાત્રાને મેડિકલ માટે હોસ્પિટલમાં ભરતી કરાવી છે અને આરોપીઓની શોધ ચાલી રહી છે.

રેપ કરનારને મળશે મોતની સજા
રેપના વધતા કેસો પર અંકુશ લગાવવા માટે મહારાષ્ટ્ર સરકારે મોટુ પગલુ લીધુ છે. મહારાષ્ટ્રમાં મહિલાઓ અને બાળકો સામે જધન્ય ગુના પર અંકુશ લગાવવા માટે રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે કડક કાયદાને મંજૂરી આપી દીધી છે. હવે રાજ્યમાં બળાત્કાર જેવા જધન્ય ગુના કરનારને મોતની સજા આપવામાં આવશે. રાજ્ય મંત્રીમંડળે બુધવારે એક ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી જેમાં ગુનેગારો માટે કડક સજાની જોગવાઈ છે.
મહારાષ્ટ્રમાં રેપ કરનારને મળશે મોતની સજાઃ ઉદ્ધવ ઠાકરે