કડકડાટ અંગ્રેજી બોલતો 90 વર્ષીય ભિખારી નીકળ્યો મિકેનિકલ એન્જિનિયર, IIT કાનપુરથી પાસ આઉટ
ગ્વાલિયરઃ ક્યારેક આપણને કોઈ એવી વ્યક્તિ દેખાઈ જાય જે એવી વાસ્તવમાં એવી હોતી નથી. તેની પાછળની અસલિયત કંઈક અલગ જ હોય છે. આવુ જ એક ઉદાહરણ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જોવા મળ્યુ છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રસ્તા પર ભીખ માંગતો દેખાયેલો એક વ્યક્તિ કડકડાટ અંગ્રેજી બોલી રહ્યો હતો. લોકોએ તેની સાથે વાત કરી તો તે મિકેનિકલ એન્જિનિયર નીકળ્યો. આ કહાની એવી જ છે જેમાં થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશના ડીએસપીએ ભિખારીના હાલચાલ પૂછ્યા ત્યારે તે તેમની જ બેચના પોલિસ ઑફિસર મનીષ મિશ્રા નીકળ્યા હતા.

1972માં લખનઉની ડીએવી કૉલેજથી એલએલએમ કર્યુ
મિકેનિકલ એન્જિનિયરમાંથી ભિખારી બનેલ આ વ્યક્તિનુ નામ સુરેન્દ્ર વસિષ્ઠ છે. તેમની ઉંમર 90 વર્ષની છે. આઈઆઈટી કાનપુરથી મિકેનિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી ચૂક્યા છે. કડકડાટ અંગ્રેજી બોલે છે. વર્ષ 1972માં લખનઉની ડીએવી કૉલેજથી એલએલએમ પણ પાસ કરી ચૂક્યા છે.

ડીએસપી રત્નેશ તોમરે બચાવ્યા હતા મનીષ મિશ્રાને
વાસ્તવમાં થોડા દિવસો અગાઉ મધ્ય પ્રદેશ પોલિસ ક્રાઈમ બ્રાન્ચના ડીએસપી રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહે ગ્વાલિયરમાં જ રસ્તા પર એક ભિખારીને ઠુઠવાતો જોયો. ભિખારી સાથે વાત કરી તો તેમની જ બેચનો પોલિસ ઑફિસર મનીશ મિશ્રા નીકળ્યો હતો બાદલમાં ગ્વાલિયરની આશ્રમ સ્વર્ણ સદન સંગઠને તેમને રેસ્ક્યુ કર્યા. સંગઠન મનીષ મિશ્રાનો ઈલાજ કરાવી રહ્યા છે.

ભિખારી સુરેન્દ્ર વસિષ્ઠ મિકેનિકલ એન્જનિયર
હવે આ સંગઠન સાથે જોડાયેલ વિકાસ ગોસ્વામી જણાવે છે કે ગ્વાલિયર બસ સ્ટેન્ડ પર તેમને એક વૃદ્ધ ભિખારી મળ્યો. તેમની તબિયત ખરાબ હતી. તે સૂતેલા હતા. વાતચીત કરી તો ખબર પડી કે તે ભિખારી આઈઆઈટી કાનપુરથી પાસ આઉટ મિકેનિકલ એન્જિનિયર સુરેન્દ્ર વસિષ્ઠ છે.

આશ્રમ સ્વર્ણ સદન ટીમ કરી રહી છે ઈલાજ
આશ્રમ સ્વર્ણ સદનની ટીમે સુરેન્દ્ર વસિષ્ઠની તેમના સંબંધીઓ સાથે વાત કરાવવાની કોશિશ કરી અને તેમને આશ્રમ લઈ આવ્યા. અહીં લાવીને તેમણે જણવ્યુ કે સુરેન્દ્રના પિતા જેસી મિલના સપ્લાયર હતા જે બાદમાં બંધ થઈ ગઈ. જો કે હાલમાં એ જાણવા મળી શક્યુ નથી કે સુરેન્દ્રની આ હાલત કયા કારણોસર થઈ.
અમદાવાદઃ વટવાની કેમિકલ ફેક્ટરીમાં આગ, થયા 9 ધમાકા