Jammu and Kashmir: પુલવામા એનકાઉન્ટરમાં 2 આતંકી ઠાર, એક સ્થાનિક વ્યક્તિ ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામાના ટિકન વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. મળતી માહિતી મુજબ સુરક્ષાબળોએ બે આતંકી ઠાર કરી દીધા છે અને આ એનકાઉન્ટરમાં એક સ્થાનિક વ્યક્તિ પણ ઘાયલ થયો છે, એનકાઉન્ટર હજુ પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં સતત આતંકી હુમલા થઈ રહ્યા છે. ગયા મહિને જ આતંકવાદીઓએ પુલવામાંમાં કાકાપોરામાં પોલિસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ પર ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે આતંકીઓએ આ હુમલો સીઆરપીએફ અને પોલિસની સંયુક્ત ટીમ પર કર્યો પરંતુ તેમનુ નિશાન ચૂકી ગયા અને રસ્તા પર જ ગ્રેનાઈટ ફાટી ગયો હતો જેના કારણે 12 સામાન્ય નાગરિકો ઘાયલ થઈ ગયા હતા.
વળી, આ પહેલા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો સમક્ષ એક આતંકીએ આત્મસમર્પણ કરી દીધુ છે. આ આતંકી પુલવામાા ગુલશાનપુરાનો રહેવાસી છે અને આ વર્ષે 25 સપ્ટેમ્બર બાદથી ગુમ હતો. આતંકીએ એક દિવસ પહેલા એટલે કે સોમવારે આત્મસમર્પણ કર્યુ હતુ. તેની પાસેથી એક એકે રાઈફલ પણ જપ્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓના ખાતમા માટે અભિયા ચલાવ્યુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી 200 ખૂંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં મોટાભાગના હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના છે.
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સ્પષ્ટ કરી દીધુ છે કે ઠંડીની ઋતુમાં પણ આતંકવાદીઓને ખતમ કરવા માટે ઑપરેશન ઑલ આઉટ ચાલુ રહેશે. જ્યાં સુધી ઘાટીમાં આતંકવાદ સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ કાશ્મીરના પુલવામા અને શોપિયામાં ચાલુ વર્ષમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અત્યાર સુધી ઘણી અથડામણો થઈ છે. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલિસના જવાનોએ સંયુક્ત અભિયાન ચલાવીને જૂન મહિનામાં સૌથી વધુ 49 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
અમદાવાદઃ વટવાની કેમિકલ ફેક્ટરીમાં આગ, થયા 9 ધમાકા