For Quick Alerts
For Daily Alerts
કોરોના દર્દીના ઘરની બહાર પ્રશાસને પોસ્ટર ચિપકાવવા નહિઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્લીઃ કોરોના કાળમાં કોરોના સંક્રમણને રોકવા માટે પ્રશાસન તરફથી દરેક પ્રકારના સંભવ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે લોકો કોરોના સંક્રમિત જોવા મળે તેમના ઘરની બહાર એક કાગળ પણ લગાવવામાં આવે છે જેમાં એ માહિતી આપવામાં આવે છે કે ઘરમાં કોરોના સંક્રમિત વ્યક્તિ છે. પરંતુ પ્રશાસનના આ પગલાં માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે મહત્વનો ચુકાદો સંભળાવીને કહ્યુ કે રાજ્ય સરકારમાં પ્રશાસન કોરોના દર્દીના ઘરો પર આ રીતનુ કાગળ લગાવવુ નહિ. કોર્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે દર્દીની ઓળખને કાગળને સાર્વજનિક કરવાની જરૂર નથી. કોર્ટે કહ્યુ કે જ્યાં સુધી સક્ષમ અધિકારી સાથે આ બાબતે કોઈ નિર્દેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી ઘરની બહાર કાગળ ચિપકાવવો નહિ.
મોત પહેલા અભિનેત્રી દિવ્યાએ પત્ર લખી કર્યા ચોંકાવનારા ખુલાસા