Farmers protest: સરકારના છઠ્ઠા દોરની વાતચીત રદ, સાંજે 4-5 વાગ્યા સુધી થઈ શકે મોટો નિર્ણય
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોના પ્રદર્શનને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર સતત ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહી છે. પરંતુ હજુ સુધી આ ગતિરોધનો અંત નથી થઈ શક્યો. આ દરમિયાન ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે છઠ્ઠા દોરની વાતચીતને રદ કરી દેવામાં આવી છે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે કહ્યુ કે કેન્દ્ર સરકાર અમને જે ડ્રાફ્ટ મોકલશે તેના પર અમે બેઠક કરીશુ. બેઠકમાં ડ્રાફ્ટ પર ચર્ચા કરવામાં આવશે આગળના પગલાં પર નિર્ણય લેવામાં આવશે. અમને આશા છે કે આજે સાંજે 4-5 વાગ્યા સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા કૃષિ કાયદા માટે મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓની વાતચીત પરિણાહિન નીકળી. આ બેઠક બાદ ઑલ ઈન્ડિયા ખેડૂત સભાના હન્નાન મોલ્લાહે કહ્યુ કે સરકાર કાયદો પાછો લેવા માટે તૈયાર નથી. સરકાર તરફથી આજે એક પ્રસ્તાવ મળશે. જેના માટે ખેડૂતો બપોરે 12 વાગે સિંધુ બૉર્ડર પર બેઠક કરશે. તમને જણાવી દઈએ કે આજે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે જે બેઠક થવાની હતી તેને રદ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે કૃષિ સાથે જોડાયેલા ત્રણે કાયદા પાછા લેવાનો ઈનકાર કરી દીધો છે. વળી, ખેડૂત હજુ પણ કાયદો પાછો લેવાની માંગ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ત્રણ નવા કૃષિ કાયદા લઈને આવી છે જેમાં સરકારી મંડીઓના બહાર ખરીદી, અનુબંધ ખેતીને મંજૂરી આપવા અને ઘણા અનાજો અને દાળોની ભંડાર સીમા ખતમ કરવા સહિત ઘણી જોગવાઈએ કરી છે પરંતુ ખેડૂતો આ કાયદો માનવા માટે તૈયાર નથી. તે આ કાયદાને પાછો લેવાની માંગ કરી રહ્યા છે. માટે જ છેલ્લા 14 દિવસથી ખેડૂતો દિલ્લી અને હરિયાણાને જોડતી સિંધુ બૉર્ડર પર ધરણા આપી રહ્યા છે. ત્યારબાદ ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ઘણા દોરની વાતચીત પણ થઈ છે પરંતુ હજુ સુધી કોઈ પરિણામ નથી નીકળ્યુ.
અંગ્રેજી બોલતો 90 વર્ષીય ભિખારી નીકળ્યો મિકેનિકલ એન્જિનિયર