ટ્રમ્પે હજી હાર નથી સ્વીકારી, બોલ્યા- ઉમ્મીદ છે પ્રેસિડેન્ટ તો હું જ રહીશ
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જૂન જીદ પકડી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 3 નવેમ્બરે યોજાયેલ પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં ધાંધલી થઈ હોવાનો દાવો કર્યો અને સાથે જ પોતે ચૂંટણી જીત્યા હોવાની જીદ પકડીને બેસી ગયા છે. ટ્રમ્પે ઉમ્મીદ જતાવી કે રાષ્ટ્રપતિ તો પોતે જ બનશે. તેમના આ દાવાની થોડી વાર બાદ સુપ્રીમ કોર્ટે પેન્સિલવેનિયામાં ચૂંટણી ધાંધલીની અપીલ ફગાવી દીધી.

હાર માનવા તૈયાર નથી ટ્રમ્પ
અમેરિકામાં 1 ડિસેમ્બરે ઈલેક્ટોરલ કોલેજનું વોટિંગ થનાર છે. 6 જાન્યુઆરીએ આ વોટની ગણતરી થશે. 20 જાન્યુઆરીએ પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બિડેન શપથ લેશે એટલે કે ઈનૉગરેશન ડે હશે. પરંતુ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. તેઓ દાવો કરી રહ્યા છે કે વોટિંગ અને કાઉન્ટિંગ દરમ્યાન મોટા પાયે ધાંધલી થઈ. આંકડા પણ તેમની સાથે નથી. ટ્રમ્પને અત્યાર સુધી 272 જ્યારે બિડેનને 306 ઈલેક્ટોરલ વોટ મળી ચૂક્યા છે. પૉપ્યૂલર વોટ્સમાં પણ ટ્રમ્પ બહુ પાછળ છે.

વેક્સીન સમિટમાં રાજકીય દાવો
મંગળવારે વ્હાઈટ હાઉસમાં વેક્સીન સમિટ દરમ્યાન ટ્રમ્પે કહ્યું- ઉમ્મીદ છે કે આગામી એડમિનિસ્ટ્રેશન પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જેવું જ હશે. એટલે કે અમારી સરકાર ચાલુ રહેશે. અમારી સરકાર દરમ્યાન સ્ટૉક માર્કેટે તમામ રેકોર્ડ તોડ્યા. સૌથી વધુ નોકરી આપી. સેનાને મજબૂત કરી.

હજી પણ હારવા તૈયાર નથી
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેમણે પોતાની કોરોના સમિટમાં બિડેનની ટીમને કેમ ના બોલાવી,. આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે- અત્યારે તો હું જ પ્રેસિડેન્ટ છું. ઉમ્મીદ છે કે આગળ પણ હું જ રહીશ. અમે સ્વિંગ સ્ટેટ્સ જીત્યાં છે. માટે ઈંતેજાર કરો અને જુઓ કે આગલી એડમિનિસ્ટ્રેશન કોની બનશે. સારાં કામ માટે અવોર્ડ તો મળવો જ જોઈએ.
નેપાળે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈનો ખુલાસો કર્યો, જાણો ભૂક્ંપ બાદ એવરેસ્ટની ઉંચાઈ વધી કે ઘટી